For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ આખી દુનિયા ફર્યા પરંતુ પોતાના ક્ષેત્રના ગામમાં નહીં ગયા

લોકસભા ચૂંટણી 2019 તારીખોનું એલાન થઇ ગયું છે અને તેની સાથે જ રાજનૈતિક પાર્ટીઓ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પ્રચારમાં લાગી ચુકી છે, તેના માટે પ્રિયંકા ગાંધી અયોધ્યા પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 તારીખોનું એલાન થઇ ગયું છે અને તેની સાથે જ રાજનૈતિક પાર્ટીઓ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પ્રચારમાં લાગી ચુકી છે, તેના માટે પ્રિયંકા ગાંધી અયોધ્યા પહોંચ્યા છે. આ દરમિયાન તેમને પીએમ મોદી પર પણ જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે 5 વર્ષ સુધી દુનિયાનું ભ્રમણ કર્યું અને લોકોને ગળે લગાડ્યા પરંતુ પ્રધાનમંત્રી મોદી પાસે પોતાના લોકોને ગળે લગાડવાનો સમય નથી રહ્યો.

આ પણ વાંચો: આ 2 રાજ્યોની 70 ટકા પબ્લિક મોદીથી નાખુશ, ઉત્તર ભારતમાં 60 ટકા લોકો ખુશ

કુમારગંજમાં ચોપાલ લગાવી

કુમારગંજમાં ચોપાલ લગાવી

શુક્રવારે અયોધ્યા પહોંચેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કુમારગંજમાં એક ચોપાલ લગાવી અને સ્થાનીય લોકો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમને સ્વતંત્રસેનાની સ્વર્ગીય બિપત તિવારીની સમાધિ પર શ્રન્ધાજલી અર્પણ કરી. આ દરમિયાન તેમને પીએમ મોદી પર પણ પ્રહાર કર્યો. તેમને કહ્યું કે, મેં જયારે પૂછ્યું કે પીએમ વારાણસીના ગામોમાં જાય છે? ત્યારે જવાબ મળ્યો કે તેઓ નથી જતાં. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી એ 5 વર્ષ સુધી દુનિયાનું ભ્રમણ કર્યું અને લોકોને ગળે લગાડ્યા પરંતુ પ્રધાનમંત્રી મોદી પાસે પોતાના લોકોને ગળે લગાડવાનો સમય નથી.

હવે ખોટું બોલવાની રાજનીતિ નહીં ચાલે

હવે ખોટું બોલવાની રાજનીતિ નહીં ચાલે

તેમને પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે આ ચૂંટણી કોઈ મામૂલી ચૂંટણી નથી. જનતા બધું જ સમજે છે. હવે ખોટું બોલવાની રાજનીતિ નહીં ચાલે. જનતા ખોટું બોલનારને જડબાતોડ જવાબ આપશે. પ્રિયંકા ગાંધી શુક્રવારે અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેમનું જોરદારક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમની સાથે સેલ્ફી લેવા લોકોની ભીડ પણ જામી રહી છે.

દેશમાં ખેડૂત અને યુવાનો વિરોધી સરકાર: પ્રિયંકા ગાંધી

દેશમાં ખેડૂત અને યુવાનો વિરોધી સરકાર: પ્રિયંકા ગાંધી

જનસભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર જનતા વિરોધી, ખેડૂત વિરોધી અને યુવાનો વિરોધી સરકાર છે. આ કામ કરવા નથી માંગતી અને તમારો અવાઝ પણ સાંભળવા નથી માંગતી. આ સરકાર ફક્ત ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે અને જયારે પણ યુવાનો તેની સામે અવાઝ ઉઠાવે છે, ત્યારે તેને ડંડા ખાવાનો વારો આવે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપા શાસનમાં બેરોજગારો પર ડંડા વરસાવવામાં આવ્યા. ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને કોઈ પણ તેમની મદદ નથી કરી રહ્યું.

English summary
Priyanka Gandhi Ayodhya Visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X