For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં બોલ્યાં પ્રિયંકા ગાંધી- બિરયાની ખાવા મોદી પાકિસ્તાન ગયા હતા, હું નહિ

મોદી બિરયાની ખાવા પાકિસ્તાન ગયા હતાઃ પ્રિયંકા ગાંધી

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર વાક્ પ્રહાર કર્યો. તેમણે મીડયાના એક સવાલના જવાબમાં કહ્યું કે પાકિસ્તાનમાં બિરયાની ખાવા પીએમ મોદી ગયા હતા હું નહિ. સાથે જ તેમણે કહ્યું કે, '5 વર્ષ સુધી દુનિયનો પ્રવાસ ખેડ્યા અને બધાને ગળે લગાવ્યા, પરંતુ પીએમ મોદી પાસે પોતાના લોકોને ગળે મળવાનો સમય નથી રહ્યો.'

પ્રિયંકા ગાંધીનો રોડ શો

પ્રિયંકા ગાંધીનો રોડ શો

શુક્રવારે અયોધ્યા પહેંચેલ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કુમારગંઝમાં એક 'ચૌપાલ'નું આયોજન કરી સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારના ઉમેદવારો અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડૉ. નિર્મલ ખત્રી માટે રોડ સો પણ કર્યો. જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીનું 9 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું અને 2 જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક સભા રદ કરવામાં આવી. જ્યારે બીજી બાજુ સનબીમ સ્કૂલમાં બાળકો સાથે સંવાદ પણ કર્યો.

બિરયાની ખાવા તેઓ પાકિસ્તાન ગયા હતા

બિરયાની ખાવા તેઓ પાકિસ્તાન ગયા હતા

આ દરમિયાન સનબીન સ્કૂલમાં મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકા ગાંધીએ પત્રકારોના એક સવાલના જવાબમાં કહ્યું કે બિરયાની ખાવા મોદી ગયા હતા હું નહિ. સાથે જ વારાણસીથી મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાના સવાલ પર કહ્યું કે પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ. અયોધ્યામાં રામલલાના દર્શન ન કરવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મામલો સંવેદનશીલ છે અને કોર્ટમાં વિચારાધીન છે. માટે અત્યારે દર્શન કરવાં ઉચિત નહિ હોય.

રાજા-મહારાજાઓ વિરુદ્ધ મારા પરિવારે કામ કર્યું

રાજા-મહારાજાઓ વિરુદ્ધ મારા પરિવારે કામ કર્યું

તેમણે કહ્યું કે કોંગ્રેસ જૂઠી રાજનીતિ નથી કરતી. કોંગ્રેસે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી છે. પોતાના પરિવારની 'રાજા-મહારાજા' સાથે સરખામણી પર પ્રિયંકાએ ના કહી. કહ્યું કે મારા પરિવારે રાજા-મહારાજાઓ વિરુદ્ધ કામ કર્યું છે. મારા પરિવારે સ્વયંને ક્યારે રાજા-મહારાજા નથી સમજ્યા.

<strong>પીએમ આખી દુનિયા ફર્યા પરંતુ પોતાના ક્ષેત્રના ગામમાં નહીં ગયા</strong>પીએમ આખી દુનિયા ફર્યા પરંતુ પોતાના ક્ષેત્રના ગામમાં નહીં ગયા

English summary
priyanka gandhi attack on pm narendra modi in ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X