For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ કેજરીવાલ સાથે ગઠબંધનના બધા રસ્તા બંધ કર્યા

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની બધી જ ખબરો પર આખરે રાહુલ ગાંધીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની બધી જ ખબરો પર આખરે રાહુલ ગાંધીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીની બધી જ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. તેની સાથે તેમને કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. વર્ષ 2014 દરમિયાન થયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમીને એક પણ સીટ મળી ના હતી. ભાજપે દિલ્હીની બધી જ સીટો પોતાના કબ્જે કરી હતી.

આ પણ વાંચો: ભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, 'મોદીજી આ તમારો ચેલો છે'

રાહુલ ગાંધીનું એકલા લડવાનું એલાન

રાહુલ ગાંધીનું એકલા લડવાનું એલાન

ગયા અઠવાડિયે દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કોંગ્રેસ ચેરપર્શન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં શીલા દીક્ષિતે ફરી એકવાર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની ના પાડી હતી. સૂત્રો અનુસાર આ મિટિંગમાં દિલ્હીમાં ગઠબંધન અંગે વાત થઇ હતી. ઘણા આમ આદમી નેતાઓએ રાહુલ ગાંધીને ગઠબંધન પર ફરી વિચાર કરવા માટે કહ્યું હતું. તેમને કહ્યું કે આ શીલા દિક્ષિતનો નિર્ણય હતો, કોંગ્રેસનો નહીં.

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં શીલા દીક્ષિતનો રથ રોક્યો હતો

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં શીલા દીક્ષિતનો રથ રોક્યો હતો

દિલ્હી કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત પહેલાથી જ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનની વિરોધમાં હતા. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોંગ્રેસ સરકારને 15 વર્ષ પછી દિલ્હીની સત્તાથી બહાર કરી હતી. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના સીએમ રહ્યા હતા, જે એક રેકોર્ડ છે. પરંતુ કોંગ્રેસના સમર્થનમાં દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની હતી. ભાજપને સરકાર બનાવવાથી રોકવા માટે કોંગ્રેસે આપને સમર્થન આપ્યું હતું. પરંતુ સરકાર ફક્ત 49 દિવસ જ ચાલી અને લોકપાલ મુદ્દે અરવિંદ કેજરીવાલે રાજીનામુ આપ્યું હતું.

કેજરીવાલે કોંગ્રેસ પર ભાજપને સાથ આપવાનો આરોપ લગાવ્યો

કેજરીવાલે કોંગ્રેસ પર ભાજપને સાથ આપવાનો આરોપ લગાવ્યો

અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે દિલ્હીમાં ગઠબંધન નહીં થવાને કારણે ભાજપને તેનો ફાયદો મળશે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની 7 સીટોમાંથી 6 સીટો પર ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ગઠબંધન નહીં થવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓની જમાનત જપ્ત થઇ જશે.

English summary
Rahul Gandhi says Congress contest all seven Lok Sabha seats in Delhi, no alliance with aap
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X