For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદીજીના નવા ભારતમાં સ્વાગત, જવાનોને શહીદનો દરજ્જો નહિ, અંબાણીને 30000 કરોડની ભેટ'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી રાફેલ ડીલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી રાફેલ ડીલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા પરંતુ તેમને શહીદનો દરજ્જો આપવામાં ન આવ્યો. પ્રધાનમંત્રી મોદી અનિલ અંબાણીને હંમેશા ખુશીથી જીવવા માટે 30000 કરોડ રૂપિયાની ભેટ આપી દીધી પરંતુ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શહીદનો દરજ્જો ન આપ્યો.

ન આપ્યો શહીદનો દરજ્જો

ન આપ્યો શહીદનો દરજ્જો

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલ અંગે નિશાન સાધી રહી છે. રાહુલ ગાંધી પોતે આની કમાન સંભાળી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્યોગપતિને મોદી સરકારે રાફેલ લડાકુ વિમાનની ડીલ અપાવીને 30000 કરોડ રૂપિયાનો લાભ પહોંચાડ્યો છે. જો કે રાહુલ ગાંધીના આ આરોપને કેન્દ્ર સરકાર અને અનિલ અંબાણીએ ધરમૂળથી ફગાવી દીધો છે.

મોદીજીના નવા ભારતમાં આપનું સ્વાગત

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યુ. રાહુલે ટ્વીટ કરીને લખ્યુ, બહાદૂર જવાન શહીદ થઈ ગયા, તેમનો પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે, 40 જવાનોએ પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો પરંતુ તેમને શહીદનો દરજ્જો આપવામાં ન આવ્યો. આ માણસે ક્યારેય કંઈ આપ્યુ નથી માત્ર લીધુ છે. તેમણે અંબાણીને 30000 કરોડ રૂપિયાની ભેટ આપી જેનાથી તે હંમેશા ખુશીથી જીવી શકે. મોદીજીના નવા ભારતમાં આપનું સ્વાગત છે. આ ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ એક સમાચારની લિંક પણ શેર કરી છે.

40 જવાન શહીદ

40 જવાન શહીદ

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આ ટ્વીટ સીઆરપીએફના 40 જવાનોના શહીદ થઈ ગયા બાદ કર્યુ છે. આ ટ્વીટમાં તેમણે મોદી સરકાર પર જવાનોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ફિદાયીન હુમલો કર્યો હતો જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.

માસ્ટર માઈન્ડ ઠાર

માસ્ટર માઈન્ડ ઠાર

આ હુમલો એ સમયે કરવામાં આવ્યો હતો જ્યારે 78 વાહનોમાં 2500થી વધુ સીઆરપીએફ જવાન જઈ રહ્યા હતા. આ દરમિયાન ઝડપથી આવી રહેલી કારે કાફલામાં ઘુસીને પોતાને ઉડાવી દીધી જેમાં 40 જવાન શહીદ થઈ ગયા. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ પુલવામામાં જૈશના હાઈ કમાંડરને ઠાર મારી દીધો હતો જેણે ફિદાયીન હુમલાનું ષડયંત્ર રચ્યુ હતુ. એનકાઉન્ટરમાં સેનાએ જૈશના હાઈ કમાંડર આતંકી ગાઝી અબ્દુલ રાશિદ અને કામરનાને ઠાર મારી દીધા હતા. જાણકારી અનુસાર ગાઝીએ જ સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલામાં શામેલ આદિલ અહમદ ડારને ટ્રેનિંગ આપી હતી.

આ પણ વાંચોઃ 'અમુક લોકોને કાશ્મીર જોઈએ છે પરંતુ કાશ્મીરીઓ નહી': પી ચિદમ્બરમઆ પણ વાંચોઃ 'અમુક લોકોને કાશ્મીર જોઈએ છે પરંતુ કાશ્મીરીઓ નહી': પી ચિદમ્બરમ

English summary
Pulwama Attack: Rahul Gandhi says CRPF jawans were not given martyr status but Anil Ambani given 30000 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X