For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસના વિચારો અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવાઃ રાહુલ ગાંધી

જર્મની બાદ લંડન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જર્મની બાદ લંડન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. આરએસએસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાની કોશિશ કરી રહ્યુ છે. અન્ય પક્ષોએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. આરએસએસના વિચારો આરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવા છે. 1947 માં પશ્ચિમને ભારત પર ભરોસો નહોતો. પરંતુ ભારતે પશ્ચિમને ખોટુ સાબિત કરી દીધુ. અમને સફળતા એટલા માટે મળી કારણકે હજારો લોકોએ સંસ્થાઓનું નિર્માણ કર્યુ અને આ એ જ સંસ્થાઓ છે જેના પર આજે હુમલા થઈ રહ્યા છે.

નોટબંધીનો વિચાર આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો

નોટબંધીનો વિચાર આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો

રાહુલે કહ્યુ કે જો તમે દેશના ઢાંચાનું ઉંડાણ સમજો તો તમે સંતુલિત તાકાતનો ઉપયોગ કરશો. પરંતુ દેશમાં આવુ નથી થઈ રહ્યુ. નોટબંધીનો વિચાર નાણામંત્રી અને આરબીઆઈને નજરઅંદાજ કરીને સીધો આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો. રાહુલ ગાંધીને ડોકલામ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે મારી પાસે આ અંગે વધુ વિગતો નથી. એટલા માટે હું તેના પર ટિપ્પણી નહિ કરુ. ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. આ એક બાદ એક બનતી ઘટનાઓનો હિસ્સો હતો, આ એક પ્રક્રિયા હતી. પ્રધાનમંત્રીજી ડોકલામને માત્ર એક ઘટના રુપ જુએ છે. જો તેમણે ધ્યાનથી આખી પ્રક્રિયાને જોઈ હોત તો તે તેને રોકી શકતા હતા. હકીકત એ છે કે ચીની આજે પણ ડોકલામમાં હાજર છે.

ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે

ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે ચીન પાસેથી આપણે એક વસ્તુ એ શીખી શકીએ કે સ્થાનિક સરકારો સિસ્ટમને કેવી રીતે ચલાવે છે. ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે. વેપારી જગતને પ્રધાનમંત્રી મોદીથી ઘણી આશા હતી. પરંતુ આજે ભારતના વેપાર જગત પર સીબીઆઈ, ઈડીનું ભારે દબાણ છે.

વિદેશમંત્રી વિઝા આપવામાં વ્યસ્ત

વિદેશમંત્રી વિઝા આપવામાં વ્યસ્ત

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સત્તાના કેન્દ્રીકરણનો પણ આરોપ લગાવ્યો. રાહુલે કહ્યુ કે છેલ્લા ચાર વર્ષોમાં મોટા સ્તરે સત્તાનું કેન્દ્રીકરણ થયુ છે. પીએમઓનો વિદેશ મંત્રાલયમાં હસ્તક્ષેપ છે. વિદેશ મંત્રી પાસે કોઈ કામ નથી એટલા માટે તે લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યુ કે ભારતમાં ત્યારે જ વિકાસ થાય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે.

આ પણ વાંચોઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપ યુપીમાં 5 સીટોમાં સમેટાઈ જશેઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપ યુપીમાં 5 સીટોમાં સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

English summary
Rahul Gandhi says, RSS idea is similar to idea of Muslim Brotherhood in Arab world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X