રાહુલ ગાંધીએ કહ્યું ભારતીયોથી બરાક ઓબામા પણ ડરે છે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

જૌનપુર, 6 મે: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જૌનપુરમાં રેલી સંબોધિત કરતાં કહ્યું કે 'ભારતીયોથી યૂનાઇટેડ સ્ટેટના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ડરે છે.' જૌનપુરથી કોંગ્રેસ ઉમેદવાર રવિ કિશન માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ ફક્ત જાતિ અને ધર્મનું રાજકારણ કરી રહ્યાં છે. વિપક્ષી પાર્ટીઓના ભાષણથી આ સરળતાથી સમજી શકાય છે.

રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતીયોમાં એટલી તાકાત છે કે વિદેશી નેતા અને લોકો પણ અહીંથી ડરે છે. તેમણે કહ્યું કે યુપીના યુવાનો એટલા માટે બહાર જાય છે કારણ કે અહીંની સરકાર તેમના માટે પર્યાપ્ત રોજગાર ઉપલબ્ધ કરાવતી નથી. જો અહીંની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોને યોગ્ય રીતે પાલન કરે તો બધી વ્યવસ્થા સુધરી જશે અને યુપીના લોકોને અહીં રોજગાર મળશે. રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે ગરીબોને ફૂડ સિક્યોરિટી બિલ સહિત આરટીઆઇ જેવી મૂળભૂત સુવિધાઓ પુરી પારી છે.

06-rahulgandhi

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફક્ત ધર્મ અને જાતિનું કારણ જાણે છે. તેમનું ગુજરાત મોડલ બિલકુલ પાછળ છે અને ત્યાંની જનતા હવે તેમને પસંદ કરતી નથી એટલા માટે વારાણસીથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને રમખાણો સિવાય કંઇ આપ્યું નથી. અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે યુપી એટલું મોટું રાજ્ય છે પરંતુ જાતિ અને ધર્મના નામ પર બે ટુકડાઓમાં વેચાઇ ગયું છે. અહીં ગરીબોને શિક્ષાની તક અને યુવાઓને રોજગારની તક પુરી પાડવામાં આવશે.

English summary
Rahul Gandhi said even US President Barack Obama scared from Indian People. He said the opposition leaders are just talking about caste and religion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X