For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનમાં ફસાયેલા ભારતીય છાત્રોને બહાર કાઢવા માટે રાહુલ ગાંધીએ કરી અપીલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય છાત્રોને યુક્રેનથી બહાર કાઢવા માટે એક વાર ફરીથી કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલ યુદ્ધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય છાત્રોને યુક્રેનથી બહાર કાઢવા માટે એક વાર ફરીથી કેન્દ્ર સરકારને અપીલ કરી છે. સાથે જ સરકારને ફસાયેલા લોકો અને તેમના પરિવારો સાથે એક વિસ્તૃત નિકાસી યોજના શેર કરવા માટે કહ્યુ. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે જેમાં છાત્રો સાથે હિંસા થઈ રહી છે, તેમને પીટવામાં આવી રહ્યા છે. વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ છે કે આ રીતની હિંસા સહન કરી રહેલા ભારતીય છાત્રો અને આ વીડિયો જોનારા તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

rahul gandhi

સાથે જ એ પણ લખ્યુ કે, 'આ હિંસાને સહન કરી રહેલા ભારતીય છાત્રો અને આ વીડિયો જોનારા તેમના પરિવારજનો માટે દિલમાં દુઃખ થઈ રહ્યુ છે. કોઈ પણ માતાપિતા આવી સ્થિતિમાંથી પસાર ન થઈ શકે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકો અને તેમના પરિવારો સાથે તત્કાલ નિકાસી યોજના શેર કરવી જોઈએ. આપણે સ્વજનોને છોડી ન શકીએ.' રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે. તેમાં અમુક ભારતીય છાત્રોને ત્યારે હેરાન કરવામાં આવી રહ્યા છે જ્યારે તે પૉલેન્ડની સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે પૉલેન્ડે કહ્યુ છે કે ભારતીય છાત્રોને દેશમાં પ્રવેશ કરવા માટે વિઝાની જરુર નહિ પડે.

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કર્ણાટકના અમુક ભારતીય છાત્રોનો વીડિયો શેર કર્યો હતો જેમાં છાત્ર બંકરમાં છૂપાયેલા હતા. વીડિયો શેર કરીને ટ્વિટ કર્યુ હતુ કે, 'બંકરમાં રહેલ ભારતીય છાત્રોનુ આ દ્રષ્ય પરેશાન કરનારુ છે. ઘણા બધા છાત્રો પૂર્વ યુક્રેનમાં ફસાયેલા છે જ્યાં ભીષણ હુમલા થઈ રહ્યા છે. હું તેમના ચિંતિત પરિવારજનો સાથે છુ. હું એક વાર ફરીથી ભારત સરકારને તેમના તત્કાલ બહાર કાઢવાની અપીલ કરુ છુ.'

તમને જણાવી દઈએ કે ભારત સરકાર તરફથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય છાત્રોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલ ઑપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી 1156 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલય તરફથી OpGange Helpline નામથી એક ટ્વિટર હેન્ડલ પણ બનાવ્યુ છે. સોમવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1942થી લગભગ સવારે 6.30 વાગે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી દિલ્લી પહોંચી છે.

આમાં 249 ભારતીય નાગરિક સવાર હતા. ઑપરેશન ગંગા હેઠળ ત્રણ દિવસમાં પાંચમી ફ્લાઈટ હતી. યુક્રેન સંકટ પર રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક કરી. સૂત્રોએ કહ્યુ કે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ યુક્રેનની વર્તમાન સ્થિતિ પર પ્રધાનમંત્રીને એક રજૂઆત કરી જેમાં નિકાસી કાર્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ. સરકારે રવિવારે કહ્યુ કે નિકાસીના પ્રયત્નો વચ્ચે લગભગ 2000 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે.

વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં રેલી દરમિયાન કહ્યુ કે કેન્દ્ર યુક્રેનથી પ્રત્યેક ભારતીયની વાપસી સુનિશ્ચિત કરવા માટે રાત-દિવસ કામ કરી રહ્યુ છે. યુક્રેનથી ભારતીયોને સુરક્ષિત કાઢવાના મુદ્દે કોંગ્રેસ સરકાર પર હુમલા કરી રહી છે. રાહુલ ગાંધી જ્યાં નિયમિત રીતે ટ્વિટ કરી રહ્યા છે, ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે. વળી, પાર્ટીના અન્ય એક નેતા રણદીપ સૂરજેવાલાએ રવિવારે કહ્યુ કે પીએમ મોદી ભારે સંકટ છતાં ચૂંટણી પ્રચાર પર નજર રાખવા માટે ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે.

English summary
Rahul gandhi share video of student who tried to cross Ukraine border from Poland side.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X