Video: રડતા શાકભાજીવાળાને જોઈને રાહુલ ગાંધી બોલ્યા - આ આંસુઓ લૂછવા પડશે, દેશના ભાગલા પાડવામાં આવી રહ્યા છે

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ખાનગી યુટ્યુબ ચેનલનો વીડિયો શેર કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં, લલનટૉપ નામની યુટ્યુબ ચેનલ પર એક પ્રશ્નનો જવાબ આપતી વખતે એક ખેડૂત રડી પડે છે. ખેડૂત પોતાની સમસ્યાઓ જણાવતા ભાવુક થઈ જાય છે.

રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક શાકભાજી વેચનાર પોતાનું દુઃખ શેર કરતા કહે છે કે ટામેટાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. જો અમે અહીંથી લઈ જઈએ પછી અમને ખબર નથી હોતી કે તે ત્યાં વેચાશે કે નહીં. અમારે તેને વેચવા જ પડે છે કારણ કે તે 2થી 3 દિવસમાં સડવા લાગે છે.

Rahul Gandhi

શાકભાજી વિક્રેતાએ જણાવ્યું હતું કે ઘણી વખત અમારે નુકસાનનો સામનો કરવો પડે છે. આનાથી ગુજરાન નથી ચાલતુ. પછી થોડી જ વારમાં તે ભાવુક થઈ જાય છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ વીડિયોને ટ્વિટ કરીને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે શાસક પક્ષના સાંસદો બિન મુદ્દાઓ પર સંસદમાં હોબાળો કરી રહ્યા છે જ્યારે વડાપ્રધાન લોકોને ખોટી આશાઓ આપી રહ્યા છે.

મીડિયા ચેનલો સરકારના મુખપત્ર બની ગયા છે અને લોકોના પ્રશ્નોથી દૂર છે. આ બધાની વચ્ચે મોંઘવારી અને ઘટતી આવક સામે ઝઝૂમી રહેલા સામાન્ય લોકોના દર્દ અને આક્રંદની કોઈને પરવા નથી. વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમારી રાજનીતિ સામાન્ય લોકોની આ પીડાને વહેંચવાનો પ્રયાસ છે. આ દુ:ખને દૂર કરવાનો પ્રયાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X