For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલે PM મોદી અને ભક્તોને કરી અપીલ, પોસ્ટ કર્યો વીડિયો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન સ્માર્ટ સિટી માટે ફાળવવામાં આવેલ રકમનો ઉપયોગ નથી થઇ શક્યો

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન સ્માર્ટ સિટી માટે ફાળવવામાં આવેલ રકમનો ઉપયોગ નથી થઇ શક્યો, બે વર્ષ પહેલાં પીએમ મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તેજીની વાત કહી હતી એ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. 25જૂન, 2015ના રોજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનું લક્ષ્ય હતું શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું, પરંતુ સરકાર આ કામ કરવામાં નિષ્ફળ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ પાણી અને વીજળીની વ્યવસ્થાને વધુ શ્રેષ્ઠ બનાવવાની વાત કહેવામાં આવી હતી, આ સાથે જ સફાઇ અને કચરાનો નિકાલ, શહેરી વિકાસ ટ્રાન્સપોર્ટ, આઈટી કનેક્ટિવિટી, ઇ ગવર્નેંસ, લોકોના સહભાગી થવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ આ બધું કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઇ છે.

Rahul Gandhi

રાહુલે આગળ લખ્યું છે કે, ડીયર મોદી ભક્ત, સ્માર્ટ સિટી માટે ફાળવવામાં આવેલ કુલ 9860 કરોડ રૂપિયામાંથી માત્ર 7 ટકા રકમ જ ખર્ચવામાં આવી છે. ચીન આપણીથી પ્રતિસ્પર્ધામાં ઘણું આગળ નીકળી ગયું છે, જ્યારે આપણા માસ્ટર આપણને માત્ર ખોટા વાયદાઓ કરી રહ્યાં છે. કૃપા કરી આ વીડિયો જુઓ અને તેમને સમજાવો કે આ સેક્ટર નોકરી આપવા માટે મહત્વપૂર્ણ કેમ છે. આ ટ્વીટ સાથે જ રાહુલ ગાંધીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં ચીનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં થઇ રહેલ સતત વિકાસ દર્શાવવામાં આવ્યો છે. રાહુલે પોતાના ટ્વીટમાં શેન્ઝેન સિટીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, કઇ રીતે ચીનનું આ શહેર સિલિકૉન વેલી ઓફ હાર્ડવેર બન્યું છે. તેમણે પીએમ મોદીના સમર્થકોને સલાહ આપી છે કે, તેઓ પીએમ મોદીના સમર્થકોને સલાહ આપી છે કે, તેઓ પીએમને આ તરફ ધ્યાન આપવાનું કહે, જેથી વધુ નોકરીઓનું નિર્માણ થઇ શકે અને દેશમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિકાસ થાય.

English summary
Rahul Gandhi takes on Narendra Modi Bhakts over smart city project. He says China is working great advise PM to focus on infrastructure sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X