કાનપુરની ઘટના મુદ્દે રાહુલ ગાંધીએ યોગી સરકાર પર નિશાન સાધ્યુ, કહ્યું - બુલડોઝર અમાનવીયતાથી આંધળું થયુ
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જ્યારે સત્તાનો ઘમંડ લોકોનો જીવવાનો અધિકાર છીનવી લે છે ત્યારે તેને સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, કાનપુરની ઘટનાથી તેમનું મન વ્યથિત છે.
નવી દિલ્હી : સોમવારે યુપીના કાનપુરમાં જમીન પર અતિક્રમણ હટાવવા પહોંચેલી અધિકારીઓની ટીમ સામે જ માતા-પુત્રીએ પોતાની જાતને આગ લગાવી દેતા તેમના મોત થયા છે. ઘર છીનવાઈ જવાના ડરથી માતા-પુત્રીએ ઝૂંપડામાં આગ લગાવી દીધી હતી. આ વખતે એસડીએમ સાથે પહોંચેલી ટીમ અતિક્રમણ હટાવવા પહોંચી હતી. હવે રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાનપુરમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન માતા-પુત્રીના કથિત આત્મદાહને લઈને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે સત્તાનો ઘમંડ વધે છે ત્યારે તેને તાનાશાહી કહેવાય છે, લોકોને જીવવાનો અધિકાર છે, જે તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે.
આ મુ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, અમાનવીયતાથી આંધળા બનેલાનું બુલડોઝર સંવેદનશીલતા માટે ખતરો બની ગયું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જ્યારે સત્તાનો ઘમંડ લોકોનો જીવવાનો અધિકાર છીનવી લે છે ત્યારે તેને સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, કાનપુરની ઘટનાથી તેમનું મન વ્યથિત છે.












Click it and Unblock the Notifications
