બેરોજગારીના આંકડા પર રાહુલ ગાંધીએ મોદીને ગણાવ્યા હિટલર, કહ્યું- 'નમો'નો જવાનો સમય પાકી ગયો

બોરેજગારીના આંકડા પર રાહુલ ગાંધીએ મોદીને ગણાવ્યા હિટલર

નવી દિલ્હીઃ બેરોજગારીને લઈ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (NSSO)ના આંકડાઓ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રોજગાર પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા તેમની સરખામણી જર્મનના તાનાશાહ હિટલર સાથે કરી છે. રાહુલે ટ્વીટ કરતા કહ્યું કે દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ 5 વર્ષ બાદ માલુમ પડ્યું કે દેશ બરબાદ થઈ ચૂક્યો છે.

રાહુલ ગાંધીએ મોદીના ગણાવ્યા હિટલર

રાહુલ ગાંધીએ મોદીના ગણાવ્યા હિટલર

પરંતુ રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ટ્વીટમાં પીએમ મોદી માટે 'The Fuhrer' શબ્દનો ઉપયોગ કર્યો છે. જર્મનીમાં આ શબ્દનો અર્થ લીડર થાય છે. પરંતુ નાઝી આર્મી આ શબ્દનો ઉપયોગ હિટલર માટે કરતી હતી. જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ ટ્વીટ ખાસ એટલા માટે છે કેમ કે આ વખતે કેટલાય મુદ્દા પર એકસાથે નિશાન સાધ્યું. જેમાં ફિલ્મ ઉરીના ડાયલોગનો ઉલ્લેખ કર્યો છે. આ ઉફરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે 'આ સમયે નમોનો જાવાનો સમય છે.'

2017-18ના નાણાકીય વર્ષમાં બેરોજગારી દર 6.1 ટકા છે

2017-18ના નાણાકીય વર્ષમાં બેરોજગારી દર 6.1 ટકા છે

આ સર્વે મુજબ 2017-18ના નાણાકીય વર્ષમાં બેરોજગારી દર 6.1 ટકા છે જે વર્ષ 1972-73 બાદ સૌથી વધુ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડે આ રિપોર્ટ ગુરુવારે રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટને રજૂ ન કરવા પર રાષ્ટ્રીય સાંખ્યિકી આયોગના બે સભ્યો પીસી મોહનન અને જેવી મીનાક્ષીએ સોમવારે રાજીનામું આપી દીધું હતું. પીસી મોહનન એનએસસીના કાર્યકારી અધ્યક્ષ પણ હતા. પીસી મોહનને આરોપ લગાવ્યો હતો કે એનએસસીની મંજૂરી બાદ પણ સરકાર આને જાહેર નથી કરી રહી.

આ ફેસલા બાદ બેરોજગારી દર વધ્યો

આ ફેસલા બાદ બેરોજગારી દર વધ્યો

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ હજુ સુધી આ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. શ્રમ શક્તિ સર્વે મુજબ વર્ષ 1972-73 બાદ આ સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં નોટબંધી બાદના નાણાકીય વર્ષના આ આંકડા છે. એજન્સીએ આ આંકડા જુલાઈ 2017થી 2018 સુધી એકઠા કર્યા. ગ્રામીણ વિસ્તારોમાં 2017-18માં 15થી 29 વર્ષના પુરુષોમાં બેરોજગારી દર 17 ટકા હતો, 2011-12માં આ દર 5 ટકા હતો. જ્યારે મહિલાઓમાં 2017-18માં બેરોજગારી દર 13.6 ટકા હતા જ્યારે 2011-12માં આ દર 4.8 ટકા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X