For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી રાયપુરમાં આજે અમર જવાન જ્યોતિનો કરશે શિલાન્યાસ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે છત્તીસગઢના પ્રવાસે જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે છત્તીસગઢના પ્રવાસે જશે. રાહુલ ગાંધી અહીં રાયપુરમાં અમર જવાન જ્યોતિની આધારશિલા રાખશે અને રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજૂર યોજનાનુ ઉદઘાટન કરશે. અધિકૃત નિવેદન અનુસાર અમર જવાન જ્યોતિનુ નિર્માણ ચોથી બટાલિયન છત્તીસગઢ આર્મ્ડ ફોર્સિસ માણા રાયપુરમાં થશે. અહીં શહીદોના સમ્માનમાં અમર જવાન જ્યોતિની લો હંમેશા પ્રજ્વલિત રહેશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે અમે છત્તીસગઢના પોતાના શહીદ દીકરાઓને સમ્માન આપીશુ જેમણે દેશ માટે પોતાનુ જીવન આપી દીધુ.

Rahul Gandhi

રાહુલ ગાંધી આ દરમિયાન રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજૂર ન્યાય યોજનાની શરુઆત કરશે અને રાજીવ યુવા મિતાન ક્લબ યોજનાનો પહેલો હપ્તો જાહેર કરશે. આ સાથે જ રાયપુરમાં સેવાગ્રામ અને છત્તીસગઢ અમર જવાન જ્યોતિની સ્થાપના માટે ભૂમિપૂજન પણ કરશે. રાહુલ ગાંધી ભૂમિહીન મજૂરો સાથે લંચ કરશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના એલાન બાદ રાહુલ ગાંધીનો આ ચોથો પ્રવાસ છે.

તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેશ બઘેલની ઘોષણા મુજબ દેશમાં પહેલી વાર છત્તીસગઢમાં ભૂમિહીન ગ્રામીણ કૃષિ મજૂરો માટે લાગુ કરવામાં આવી રહેલી રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજૂર ન્યાય યોજના હેઠળ ગ્રામીણ ભૂમિહીન મજૂરો પરિવારને ત્રણ હપ્તામાં પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. યોજનાના શુભારંભના પ્રસંગે રાહુલ ગાંધી આ યોજનાના 3 લાખ 55 હજાર લાભાર્થીઓના ખાતામાં પહેલા હપ્તા તરીકે 2 હજાર રૂપિયાની રકમ આપશે. તમને જણાવી દઈએ કે આ યોજના માટે રાજ્ય સરકારે બજેટમાં 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

નવા રાયપુરમાં સેવાગ્રામની સ્થાપના આધુનિક ભારતના તીર્થ તરીકે કરવામાં આવશે. સેવાગ્રામ ગાંધીજીના વિચાર, ચિંતન દર્શન અને ગાંધીવાદના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકાસવવામાં આવશે. સેવાગ્રામને ગ્રામીણ પરિવેશમાં બનાવવામાં આવશે. આના માટે સેવાગ્રામના નિર્માણમાં માટી, ચૂનો,, પત્થર જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે. સેવાગ્રામમાં ગાંધીવાદી સિદ્ધાંતો, ગ્રામીણ કલા અને શિલ્પના કેન્દ્ર વિકસિત કરવામાં આવશે. અહીં છત્તીસગઢની લોક કલાઓને પ્રોત્સાહન સાથે વૃદ્ધાશ્રમ અને વંચિતો માટે સ્કૂલ પણ સ્થાપિત કરવામાં આવશે.

50 વર્ષોથી નવી દિલ્લી ઈન્ડિયા ગેટમાં પ્રજ્વલિત અમર જવાન જ્યોતિને નેશનલ વૉર મેમોરિયલમાં વિલય કરવાથી નારાજ કોંગ્રેસ છત્તીસગઢમાં અમર જવાન જ્યોતિની સ્થાપના કરશે. આના માટે લોકસભા સાંસદ રાહુલ ગાંધી રાયપુર પાસે માનાના છત્તીસગઢ સશસ્ત્ર બળ પરિસરમાં છત્તીસગઢ અમર જવાન જ્યોતિનો શિલાન્યાસ કરશે. જ્યાં છત્તીસગઢ અમર જવાન જ્યોતિ હંમેશા માટે પ્રજ્વલિત રહેશે.

English summary
Rahul Gandhi to inaugurate amar Jawan Jyoti in Raipur Chattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X