For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની ઇચ્છા : અમેઠી ફૂડ પ્રોસેસિંગનું હબ બને

|
Google Oneindia Gujarati News

અમેઠી, 7 ઓક્ટોબર : પોતાના સંસદીય મત વિસ્તાર અમેઠીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત સમયે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસે કરેલા વિકાસની સિદ્ધિઓ ગણાવી હતી. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને સિદ્ધિઓ ગણાવવાની સાથે આગામી યોજનાઓ અંગે પણ સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા માંગે છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે અહીં પાસેના ફુર્સતગંજમાં જ એરપોર્ટ આવેલું છે. ફુદીનો અને કેરીની સૌથી વધારે ખેતી ઉત્તર પ્રદેશમાં થાય છે અને અહીંથી સીધા તેને એક્સપોર્ટ કરવામાં આવે છે. આ કાચા માલ પર વિદેશોમાં પ્રોસેસિંગ થાય છે. અમેઠીમાં તૈયાર કરવામાં આવેલા ફુડ પ્રોસેસિંગ પાર્કમાં જ હવે તેનું પ્રોસેસિંગ કરવામાં આવશે.

rahul-gandhi

આ ફુડ પાર્કનું ઉદઘાટન કર્યા બાદ તેમણે જણાવ્યું કે ફુડ પાર્ક તો એક શરૂઆત છે. આપણે આગળ જતા ભવિષ્યમાં અમેઠીને ઉત્તર પ્રદેશનું ફૂડ પ્રોસેસિંગ હબ બનાવવાનું છે. જેથી તમામ પ્રકારના ફળો અને શાકભાજી અહીં આવે. તેના પર પ્રોસેસિંગ પ્રક્રિયા થાય અને ત્યાર બાદ તેને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે. આ દ્વાર અમેઠીમાં 20,000થી વધારે લોકોને રોજગાર પણ મળશે.

હવે સમગ્ર ઉત્તર પ્રદેશની કેરીઓ અહીં જ પ્રોસેસિંગ પામશે. આ દ્વારા ખેડૂતોને સીધો લાભ મળશે એમ વિચારીને તેની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ટૂંક સમયમાં હિન્દુસ્તાન પેપર મિલની સ્થાપના પણ અમેઠીમાં કરવામાં આવશે. અમેઠી અમારો પરિવાર છે. આગામી સમયમાં આવનારી લડાઇ અમે પરિવારના સાથની મદદથી જીતીશું. આ જીતનો લાભ આપ સૌને મળશે.

English summary
Rahul Gandhi to make Amethi food processing hub in Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X