
આર્થિક સંકટ પર ચેતવવા પર ભાજપે ઉડાવી હતી મજાકઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દેશની નબળી થતી જતી આર્થિક સ્થિતિ વિશે સવાલ ઉઠાવ્યા છે. રાહુલે ટ્વિટર પર બેંકો અને લોનની સ્થિતિ પર એક લેખ શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યુ છે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ બરબાદ થઈ ગયા છે. મોટી કંપનીઓમાં ભારે તણાવમાં છે. બેંક પણ સંકટનો સામનો કરી રહી છે. મે એક મહિના પહેલા કહ્યુ હતુ કે આર્થિક મોરચે એક સુનામી આવવાની છે. આપણે આ સંકટમાંથી બચવા માટે આ તરફ ધ્યાન આપવુ પડશે. ત્યારે મારા નિવેદન પર ભાજપ નેતાઓ અને મીડિયાએ આના પર વિચાર કરવા અને સવાલ કરવાના બદલે મારી મજાક ઉડાવી હતી.
કેરળના વાયનાડથી સાંસદ રાહુલે મંગળવારે સાંજે પણ આર્થિક પડકારો માટે હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડાના અનુમાનો પર તેમણે કહ્યુ કે સરકારનુ આર્થિક કુવ્યવસ્થાપથન લાખો પરિવારોને બરબાદ કરવાનુ છે જેને સ્વીકારી શકાય નહિ. દેશની આર્થિક વિકાસ દરમાં ઘટાડાના પૂર્વાનુમાન સાથે જોડાયેલ અમુક સમાચારોને શેર કરીને ટ્વિટ કર્યુ, ભારતનુ આર્થિક કુવ્યવસ્થાપન એક મોટી સમસ્યા છે જે લાખો પરિવારોને બરબાદ કરવાની છે. આને હવે મૌન રહીને સ્વીકારી શકાય નહિ. રાહુલ ગાંધી કોરોના સંકટ અને આર્થિક પડકારો વિશે સતત બોલી રહ્યા છે. તેમણે કોરોના વિશે પણ ઘણુ પહેલા બોલવુ શરૂ કરી દીધુ હતુ. પહેલા તેમણે એ પણ કહ્યુ હતુ કે જો સરકારે લૉકડાઉનના કારણે ખતમ થયેલ કારોબારને ઉગારવા માટે જરૂરી પગલાં ન લીધા તો આપણે આર્થિક સ્તરે એક સુનામીનો સામનો કરવો પડશે. આ વિશે રાહુલ ગાંધીએ હવે ટ્વિટ કર્યુ છે. મોટાભાગની એજન્સીઓ ભારતના વિકાસ દરને ઘણુ ઓછુ આંકી રહી છે.
આ પણ વાંચો: પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં ગ્લોબલ અને સ્વદેશી કંપનીઓ લઇ રહી છે ઇન્ટરેસ્ટ