અદાણી-અંબાણી મુદ્દે રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર કહ્યું- ઈડી-સીબીઆઈ મોકલી દો
લોકસભા ચૂંટણીમાં હાર ભાળી ગયેલા નરેન્દ્ર મોદી હવે ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે. દેશના તમામ સંશાધનો અદાણી-અંબાણીના હવાલે કરનારા નરેન્દ્ર મોદી ખુદ આ ઉદ્યોગપતિઓ પર કોંગ્રેસને રૂપિયા આપવાનો આરોપ લગાવી રહ્યા છે.
શુટ-બુટની સરકાર તરીકે બદનામ બીજેપી અને નરેન્દ્ર મોદીના આ આરોપોનો રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો અને ઈડી-સીબીઆઈ મોકલવા ખુલ્લો પડકાર ફેંક્યો.

નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ ચૂંટણી આચારસંહિતા પછી અંબાણી અને અદાણીની ટીકા બંધ કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેને અદાણી-અંબાણીએ રૂપિયા આપ્યા છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે જોયું હશે કે કોંગ્રેસના શહજાદા (રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા) છેલ્લા પાંચ વર્ષથી આનું પુનરાવર્તન કરી રહ્યા છે. જ્યારથી રાફેલ ગ્રાઉન્ડેડ થયુ ત્યારથી તેમણે આનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું. પહેલા તે પાંચ ઉદ્યોગપતિઓની વાત કરતા રહ્યા અને પછી અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી કહેવા લાગ્યા.
પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી તેઓએ બંનેને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. શહઝાદાએ જાહેર કરવું જોઈએ કે આ ચૂંટણી દરમિયાન તેઓએ અંબાણી-અદાણી પાસેથી કેટલું લીધું છે? કોંગ્રેસ પાસે નોટો ભરેલા ટેમ્પો પહોંચી ગયા છે? કઈ ડીલ થઈ છે?
આ પછી રાહુલ ગાંધીએ પીએમની ટિપ્પણીનો જવાબ આપતા એક વીડિયો પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે, નમસ્કાર મોદીજી, તમે થોડા નર્વસ છો? સામાન્ય રીતે તમે બંધ દરવાજા પાછળ અદાણી-અંબાણીની વાત કરો છો. આ પહેલીવાર છે જ્યારે તમે જાહેરમાં તેમનો ઉલ્લેખ કર્યો છે. તમે એ જાણો છો કે તેઓ ટેમ્પોમાં રોકડ આપે છે? શું આ વ્યક્તિગત અનુભવથી છે? એક કામ કરો સીબીઆઈ અને ઇડીને તેમની પાસે મોકલો, બને તેટલી વહેલી તકે તેમની તપાસ કરાવો.
देश के युवाओं!
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2024
4 जून को INDIA की सरकार बनने जा रही है और हमारी गारंटी है कि 15 अगस्त तक हम 30 लाख रिक्त सरकारी पदों पर भर्ती का काम शुरू कर देंगे।
नरेंद्र मोदी के झूठे प्रचार से भटकना मत, अपने मुद्दों पर डटे रहना।
INDIA की सुनो,
नफ़रत नहीं, नौकरी चुनो। pic.twitter.com/C84xxSJvnc
રાહુલ ગાંધીએ કહ્યું કે, ચિંતા કરશો નહીં. હું રાષ્ટ્રને ફરી એકવાર ખાતરી આપું છું. નરેન્દ્ર મોદીએ તેમને જે પૈસા આપ્યા છે તે અમે ગરીબોને આપીશું. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પાકી યોજના આ યોજનાઓ દ્વારા આપણે કરોડો લખપતિઓ બનાવીશું. તેઓએ 22 અરબપતિઓ બનાવ્યા, અમે કરોડો લાખપતિ બનાવીશું.












Click it and Unblock the Notifications
