રાહુલ ગાંધીને સંસદનુ સભ્યપદ પાછુ મળ્યુ, લોકસભા સચિવાલયે બહાર પાડ્યુ નોટિફિકેશન
રાહુલ ગાંધીનો સંસદનુ સભ્યપદ આજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યુ છે. લોકસભા સચિવાલય દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. લોકસભા સચિવાલયે સોમવારે નીચલા ગૃહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાંસદ તરીકે વાપસીને મંજૂરી આપી હતી.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા રદ કરી દીધી હતી. આ સાથે તેમનો સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.

4 ઓગસ્ટે આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. જે બાદ વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી, જે બાદ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ગુજરાતની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી, જેના કારણે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
પરંતુ આ મામલાની સુનાવણી કરતા 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી અને તેમની સજા પર રોક લગાવી દીધી. જે બાદ આજે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે.
કોંગ્રેસ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ તમામ દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા હતા. જે બાદ પાર્ટી રાહુલ ગાંધીની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહી હતી.












Click it and Unblock the Notifications
