મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની મહારેલી, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે હુંકાર ભરશે
લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ વિપક્ષી નેતાઓએ પ્રચાર તેજ કરી દીધો છે. આ ક્રમમાં રાહુલ ગાંધી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે મહારાષ્ટ્રમાં હુંકાર ભરવા જઈ રહ્યાં છે.
કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં એક મેગા રેલી યોજવા જઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમયે આ રેલીનું આયોજન કરવામાં આવશે.

આ રેલીમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર, શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટી (એસપી)ના વડા અખિલેશ યાદવ પણ આ રેલીમાં ભાગ લેશે.
પીટીઆઈના અહેવાલ અનુસાર, AAP નેતા સૌરભ ભારદ્વાજ, CPIના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજરી આપી શકે છે.
રાહુલ ગાંધીએ મધ્ય મુંબઈમાં સ્મારક ચૈત્યભૂમિ ખાતે ડૉ. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને અને બંધારણની પ્રસ્તાવના વાંચીને મુંબઈમાં 63 દિવસીય ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યાના એક દિવસ પછી આ મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 14 જાન્યુઆરીએ શરૂ થઈ હતી.












Click it and Unblock the Notifications
