1800 કરોડની નોટીસ મુદ્દે રાહુલ ગાંધીની આકરી પ્રતિક્રિયા, કહ્યું-સરકાર બદલાશે ત્યારે હિસાબ થશે
આવકવેરા વિભાગે કોંગ્રેસને 1800 કરોડ રૂપિયાની નોટિસ આપી છે. નોટિસ મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારો પક્ષ લોકતંત્રને નષ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. રાહુલ ગાંધીએ બાંહેધરી આપતા કહ્યું કે એક દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે. એવી ક્રિયા થશે જે ફરી ક્યારેય નહીં થઈ હોય. આ મારી ગેરંટી છે.
ઈન્કમટેક્સ તરફથી નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધીએ તેને ટેક્સ ટેરરિઝમ ગણાવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકશાહીનો નાશ કરનારાઓ સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી એવી રીતે કરવામાં આવશે કે કોઈને ફરીથી આવું કરવાની હિંમત ન થાય. આ મારી ગેરંટી છે.
જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 1800 કરોડ રૂપિયાનો દંટ ભરવા માટે નોટીસ આપી છે. કોંગ્રેસ તેને અલોકતાંત્રિક ગણાવી રહી છે.












Click it and Unblock the Notifications
