For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ રેમ્બો બનીને નહી, સામાન્ય નાગરીક તરીકે ગયા છે: કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગુપ્તકાશી, 25 જૂન: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હેલિકોપ્ટર દ્વારા ઉત્તરાખંડના ગુપ્તકાશી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ તબાહી બાદ લોકોની પરિસ્થિતી જાણી હતી. અકસ્માત બાદ ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સિવાય કોઇને હેલિકોપ્ટરથી ઉતરવાની પરવાનગી આપવામાં ન આવે. સવાલ એ છે કે શું આ નિયમ રાહુલ ગાંધીને લાગૂ પડતો નથી?

રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને નીચે ઉતરવાની પરવાનગી કેમ, આ સવાલ પર આજે સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં હવે પરિસ્થિતી બદલાઇ ગઇ છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે રાહુલના પ્રવાસ પર સફાઇ આપતાં કહ્યું હતું કે હવે રાહત અને બચાવ કાર્યનું કામ પુરૂ થઇ ગયું છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજે ઉત્તરાખંડના ગુપ્તકાશી પહોંચ્યા હતા જ્યાં તેમને પીડિતો સાથે વાત કરી. ગુપ્તકાશીમાં રાહુલ ગાંધીએ લોકોને કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં એટલા માટે આવ્યા ન હતા કારણ કે જો તેઓ પહેલાં આવતાં તો લોકોને સમસ્યા ઉભી થાત.

narendra-rahul

રાહુલે સેનાની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર તેમની મદદ માટે દરેક જરૂરી પગલાં ભરશે. રાહુલ ગાંધીએ ગુપ્તકાશીમાં ઉપસ્થિત એનડીઆરએફના ઓફિસરો સાથે વાત કરી હતી અને તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું તબાહી થઇ છે. ગુપ્તકાશીમાં લોકોને રાહુલ ગાંધી પાસે માંગણી કરી છે કે જે સ્થાનિક લોકો છે તેમને તેમના સંબંધીઓના શબ સોંપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડની સરકાર અને દેશના ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ થોડાં દિવસો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હવાઇ સર્વે સુધી સિમિત રાખ્યા હતા. સુશિલ કુમાર શિંદેએ મુખ્યમંત્રી બહુગુણા સિવાય કોઇપણ વીઆઇપીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ન જવાની સલાહ આપી હતી. તેમને નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના કહ્યું હતું કે કોઇપણ મુખ્યમંત્રીને શું દેશના ગૃહમંત્રીને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લેંડ કરવાની પરવાનગી નથી. વીઆઇપી મુલાકાતથી પોલીસ તેમની સુરક્ષાની વ્યવસ્થામાં જોડાઇ જાય છે અને રાહત તથા બચાવકાર્યને અસર વર્તાય છે. સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં કહ્યું હતું કે કેટલાક લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસ પર નિકળી પડે છે.

English summary
Downplaying questions over the belated visit of Rahul Gandhi to Uttarakhand, Congress on Monday said it was not necessary that all leaders visit the calamity- hit state together and hamper relief and rescue work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X