For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ પોતાની ભાષા પર લગામ રાખે, અડવાણી અમારા પિતા સમાનઃ સુષ્મા સ્વરાજ

રાહુલ ભાષા પર લગામ રાખે, અડવાણી અમારા પિતા સમાનઃ સુષ્મા

|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધીના અડવણીવાળા નિવેદન પર સુષ્મા સ્વરાજે ખરીખોટી સંભળાવી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની ભાષાની મર્યાદાનો ખયાલ રાખવો જોઈએ. સુષ્મા સ્વરાજે આ ટિપ્પણી રાહુલ ગાંધીના એ નિવેદન પર કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુ લાલ કૃષ્ણ અડવાણીને જૂતાં મારી સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા.

રાહુલે અડવાણી જી વિશે જાણો શું કહ્યું

રાહુલે અડવાણી જી વિશે જાણો શું કહ્યું

સુષ્મા સ્વરાજ રાહુલ ગાંધીના આ નિવેદનથી ભારે પરેશાન થયાં છે. તેમણે શનિવારે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરતા કહ્યું કે રાહુલના નિવેદનથી તેઓ આહત થયાં છે અને તેમણે પોતાની ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના કોઈપણ મોટા નેતાની આ પહેલી સત્તાવાર પ્રતિક્રિયા છે.

<strong>શિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધી</strong>શિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધી

સુષ્મા સ્વરાજ ભડકયાં

સુષ્મા સ્વરાજ ભડકયાં

સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું કે, રાહુલ જી- અડવાણીજી અમારા પિતા સમાન છે. તમારા નિવેદને અમને પરેશાન કર્યા છે. કૃપિયા ભાષાી મર્યાદા રાખવાની કોશિશ કરો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં કોઈકનું તો ખરાબ બોલે જ છે. રાહુલે કહ્યું કે મોદીજીના ગુરુ કોણ છે? અડવાણી જી. શિષ્ય ગુરુની સામે હાથ પણ નથી જોડતો. સ્ટે પરથી ઉઠાવીને ફેંકી દીધા અડવાણીજીને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા અને હિંદુ ધર્મની વાત કરે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું કે લોકોને મારવા જોઈએ.

અડવાણીએ લખ્યો હતો બ્લોગ

અડવાણીએ લખ્યો હતો બ્લોગ

જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીને આ વખતે ભાજપના નેતૃત્વએ ટિકિટ નથી આપી. કેટલાય વર્ષોથી ગુજરાતની ગાંધીનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડતા એલકે અડવાણી આ વખતે લોકસભા ચૂંટણીમાં ચુપચાપ છે. લાંબા દિવસો બાદ ચુપ્પી તોડતા ગુરુવારે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પોતાના બ્લોગમાં પીએમ મોદી પર અપ્રત્યક્ષ રૂપે નિશાન સાધ્યું હતું. પાર્ટીની સ્થાપના દિવસથી બે દિવસ પહેલા અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે દેશના લોકતંત્રનો સાર અભિવ્યક્તિનું સન્માન અને તેની વિવિધતા છે. અમારા વિચારોથી અલગ હોય તેમને અમે ક્યારે શત્રુ નથી માન્યા, બલકે અમે તેમને અમારા વિરોધી માન્યા છે. આવી જ રીતે ભારતીય રાષ્ટ્રવાદની અમારી અવધારણામાં અમારાથી અસહમત હોય તેમને અમે ક્યારેય પણ રાષ્ટ્ર વિરોધી નથી કહ્યા. અડવાણીએ લખ્યું કે તેમના માટે દેશ સૌથી પહેલા છે, તે બાદ પાર્ટી અને આખરે સ્વયંનું હિત આવે છે. જણાવી દઈએ કે અડવાણી ઉપરાંત આ વખતે મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, સુમિત્રા મહાજન પણ ચૂંટણી નથી લડી રહ્યા.

English summary
rahul should stop speaking rubbish about lk advani says sushma swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X