For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનશે?

|
Google Oneindia Gujarati News

rahul-gandhi
નવી દિલ્હી, 27 ઑક્ટોબર : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના સાંસદ પુત્ર રાહુલ ગાંધીને પાર્ટીના સંગઠન ઉપરાંત સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે. રાહુલ ગાંધી સરકારમાં જશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા નથી પણ માનવામાં આવે છે કે રાહુલ ગાંધીની બ્રિગેડના યુવા નેતાઓને રવિવારે થનારા મંત્રીમંડળ ફેરબદલમાં મહત્વની ભૂમિકા મળી શકે છે.

ભૂતકાળમાં પક્ષના નેતાઓના આગ્રહને પગલે આ વખતે રાહુલ ગાંધીને પક્ષના સંગઠનમાં એઆઇસીસીના મહામંત્રી અથવા કાર્યકારી અધ્યક્ષ અથવા ઉપ પ્રમુખની જવાબદારી પણ સોંપાઇ શકે છે.

બીજી તરફ રાહુલ ગાંધી યુપીએ સરકારનીકેબિનેટમાં જોડાઇ શકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. કારણ કે ભૂતકાળમાં વડાપ્રધાન મનમોહન સિંહ રાહુલ ગાંધીને કેબિનેટમાં સ્થાન આપવાની વાત કરી ચૂક્યા છે.

આ અંગે પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે "રાહુલ ગાંધી કેબિનેટમાં કામ કરવાને બદલે પાર્ટીમા કામ કરવાને વધારે મહત્વ આપી શકે છે." આ વાતને પાર્ટીના અન્ય નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું.

English summary
Rahul to be Working President of Congress?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X