For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેંગલુરૂ ઓટો બ્લાસ્ટના આરોપીના ઘરે છાપો, જાણો આ કેસથી જોડાયેલ અપડેટ્સ

કર્ણાટકના મેંગલુરુમાં શનિવારે એક ઓટો-રિક્ષામાં વિસ્ફોટ થયો હતો. જેમાં સંડોવાયેલા આરોપીની ઓળખ થઈ હતી, જેના ઘરે રવિવારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્થળ પર હાજર હતી. પોલીસના જણાવ્યા અનુસાર

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના મેંગલુરુમાં શનિવારે એક ઓટો-રિક્ષામાં વિસ્ફોટ થયો હતો. જેમાં સંડોવાયેલા આરોપીની ઓળખ થઈ હતી, જેના ઘરે રવિવારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્થળ પર હાજર હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સંકેત મળે છે કે તે આતંકવાદી સંગઠનનો હાથ છે અને શંકાસ્પદના આતંકવાદીઓ સાથે સંબંધ છે. આવો જાણીએ આ ઘટના સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો-

Rikshaw Blast
  • ઓટો-રિક્ષા બ્લાસ્ટમાં કથિત રીતે સામેલ વ્યક્તિના ઘરની તલાશી લેવામાં આવી હતી. વિસ્ફોટમાં ઘાયલ થયેલા શારિક હોસ્પિટલમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છેકે તેના આતંકવાદીઓ સાથે સંબંધ છે.
  • ઓટોની અંદરથી બળી ગયેલું પ્રેશર કુકર મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શારિક ઓટો-રિક્ષામાં ઓછી-તીવ્રતાનું ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અથવા IED લઈ જઇ રહ્યો હતો.
  • પોલીસે સ્પષ્ટ કર્યું છે કે લોકોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી આ આતંકવાદી હુમલો છે. આવા કિસ્સામાં, સમાન એંગલથી કેસ નોંધવામાં આવ્યો હતો. કેન્દ્રીય એજન્સીઓની મદદથી તેની તપાસ કરવામાં આવી રહી છે.
  • શારિકની હાલત નાજુક છે. જેના કારણે તેમનું નિવેદન નોંધી શકાયું નથી.
  • આરોપી શારિક પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું છે, જે તેનું નથી. તે કાર્ડ હુબલીના રહેવાસી પ્રેમરાજ હુટગીનું છે. તે તુમાકુરુ સ્ટેશન પર ટ્રેક મેઇન્ટેનર તરીકે કામ કરે છે. તેણે કહ્યું કે તેનું કાર્ડ ખોવાઈ ગયું છે, જેના પર તેણે બીજું કાર્ડ બનાવડાવ્યુ હતુ.
  • પોલીસના જણાવ્યા અનુસાર, આધાર કાર્ડ અને અન્ય વસ્તુઓને જોતા એવું લાગે છે કે શારિક કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યો હતો, પરંતુ તે શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ કર્ણાટકના ડીજીપીએ કહ્યું કે કોઈમ્બતુરમાં થયેલા વિસ્ફોટમાં શારિકનું કનેક્શન નકારી શકાય તેમ નથી.
  • ડીજીપીના જણાવ્યા અનુસાર, શારિક કર્ણાટકનો છે અને છેલ્લા કેટલાક મહિનામાં તેણે અન્ય રાજ્યોમાં પ્રવાસ કર્યો છે. જેમાં કોઈમ્બતુરનું નામ પણ સામેલ છે.
  • પોલીસે રવિવારે મૈસૂરથી લગભગ 13 કિમી દૂર મદહલ્લી ખાતે શારિકના ભાડાના મકાનની તલાશી લીધી હતી. આ વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. તેણે ગયા મહિને એક રૂમનું મકાન લીધું હતું. તેણે મકાન માલિકને કહ્યું હતું કે તે મોબાઈલ રિપેરિંગની ટ્રેનિંગ લેવા આવ્યો છે.
  • એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ કોઈમ્બતુરથી સિમ કાર્ડ લીધું હતું, જે તેના નામ પર ન હતું. તેની વિગતો મેળવ્યા બાદ તે કયા સ્થળોએ ગયો હતો તેની જાણકારી મળી હતી.

English summary
Raid At Mangaluru auto blast accused's home, know updates related to this case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X