For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજધાની, સુપરફાસ્ટ ટ્રેનોમાં વેચાય છે સસ્તુ પાણી, 17.55 કરોડની સંપત્તિ જપ્ત

ભારતીય રેલવેની રાજધાની સહિત અન્ય સુપરફાસ્ટ ટ્રેનોમાં યાત્રિઓને રેલવે નીરના બદલે સસ્તુ પાણી વેચવા મામલે ઈડીએ કેટરરની 17.55 કરોડ રૂપિયની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવેની રાજધાની સહિત અન્ય સુપરફાસ્ટ ટ્રેનોમાં યાત્રિઓને રેલવે નીરના બદલે સસ્તુ પાણી વેચવા મામલે ઈડીએ કેટરરની 17.55 કરોડ રૂપિયની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ટ્રેનોમાં 'રેલ નીર' ના સ્થાને સસ્તુ સીલબંધ પાણી વેચવા મામલે મોટો ગોટાળો સામે આવ્યા બાદ અમલીકરણ નિર્દેશાલયે કેટરિંગ ફર્મોની 17.55 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી લીધી છે.

ટ્રેનોમાં રેલ નીરના બદલે વેચતા હતા સસ્તુ પાણી

ટ્રેનોમાં રેલ નીરના બદલે વેચતા હતા સસ્તુ પાણી

IRCTC એ ટ્રેનોમાં રેલ નીર વહેંચવાનો નિયમ બનાવ્યો છે પરંતુ કેટરરો ફાયદાના ચક્કરમાં યાત્રિઓને રેલ નીરના બદલે સસ્તુ સીલબંધ પાણી વેચે છે. ઈડીએ આ મામલે કેટરિંગ ફર્મોની 17.55 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઈડીએ એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે પ્રિવેન્શન ઓફ મની લોડ્રિંગ એક્ટ હેઠળ કેટરિંગ ફર્મો પર એક્શન લેવામાં આવી છે.

આ કેટરિંગ ફર્મ પર લેવામાં આવી એક્શન

આ કેટરિંગ ફર્મ પર લેવામાં આવી એક્શન

ઈડીએ મેસર્સ આરકે એસોસિએટ એન્ડ હોટેલિયર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ સત્યમ કેટરર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ, મેસર્સ ફૂડ વર્લ્ડ, મેસર્સ પીકે ડેલિકેસીસ અને મેસર્સ દૂન કેટરર્સ સામે એક્શન લીધી અને પ્રોવિઝનલ ઓર્ડર ફોર અટેચમેન્ટ ઓફ એસેટ્સ જારી કરીને તેમની 17.55 ,કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

શું કહે છે તપાસ એજન્સીઓનો રિપોર્ટ

શું કહે છે તપાસ એજન્સીઓનો રિપોર્ટ

રેલવે યાત્રિઓના સ્વાસ્થ્ય સાથે રમત રમનારા લાઈસન્સ ધારક કેટરિંગ ફર્મોએ રેલ નીરના બદલે અન્ય સસ્તા બ્રાન્ડના પાણીની બોટલોની ટ્રેનોમાં આપૂર્તિના બદલે રેલવે વિભાગ પાસેથી પ્રાપ્ત પૈસાનું શોધન કર્યુ. આને આપરાધિક આવક ગણવામાં આવી અને સાત લાઈસન્સ ધારકોના બેંક ખાતાઓ અને સર્વાધિક જમા રાશિને પીએમએલએના પ્રાવધાનો હેઠળ જપ્ત કરવાનો આદેશ આપ્યો.

રેલ યાત્રિઓ માટે નવી સુવિધાઓ

રેલ યાત્રિઓ માટે નવી સુવિધાઓ

રેલવેએ યાત્રિઓના પ્રવાસને સુવિધાજનક બનાવવા માટે બે નવા એપ લોન્ચ કર્યા છે. રેલમંત્રી પિયુષ ગોયલે ‘રેલ મદદ' અને ‘મેન્યુ ઓલ રેલ' નામના બે એપ લોન્ચ કર્યા. મેન્યુ ઓલ રેલ એપની મદદથી તમે સફર દરમિયાન જમવાની વસ્તુઓ વિશે જાણકારી મેળવી શકશો. તમે ટ્રેનમાં ઉપલબ્ધ મેનુ સાથે તેની રેટ લિસ્ટ પણ જોઈ શકશો.

English summary
rail neer scam ed attaches rs 17.55 crore assets of private caterers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X