યાત્રીઓ માટે ભેટ, ટ્રેનમાં મળતું ખાવાનું થયું સસ્તું

Posted By:
Subscribe to Oneindia News

ટ્રેનમાં યાત્રા દરમિયાન હવે તમારે વધારે પૈસા ખર્ચ કરવા નહીં પડે. યાત્રીઓને આપવામાં આવતા ખાવાના પર જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે. પહેલા રેલવેમાં જમવા ની વસ્તુઓ પર 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો. પરંતુ હવે જીએસટીમાં 13 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રેલવે ના જમવાના પર ખાલી 5 ટકા જીએસટી લાગશે. રેલ મંત્રાલય ઘ્વારા આ બાબતે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

મંત્રાલય ઘ્વારા નિર્દેશ આપવામાં આવ્યો

મંત્રાલય ઘ્વારા નિર્દેશ આપવામાં આવ્યો

ખાદ્યપદાર્થોમાં જીએસટી ઘટાડો શતાબ્દી, દુરંતો અને રાજધાનીમાં 16 એપ્રિલ થી નવા દર લાગુ થઇ જશે. રેલવે મંત્રાલય ઘ્વારા બધાને આદેશ જાહેર કરવામાં આવી ચુક્યો છે.

મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 5 ટકા જીએસટી લાગુ

મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 5 ટકા જીએસટી લાગુ

મંત્રાલય ઘ્વારા આઈઆરસીટીસી સીએમડી અને જોનના બધા જ મહાપ્રબંધકને આદેશ જાહેર કર્યા પછી મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં સોમવાર થી જ 5 ટકા જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે. જયારે શતાબ્દી, રાજધાની અને દુરંતો ટ્રેનમાં 16 એપ્રિલ થી નવા દરો લાગુ થશે.

નાણા મંત્રાલયનું નિવેદન

નાણા મંત્રાલયનું નિવેદન

નાણા મંત્રાલય ઘ્વારા જ ગયા અઠવાડિયે કે નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે સ્ટેશનમાં ભારતીય રેલ અથવા તો આઈઆરસીટીસી ઘ્વારા આપવામાં આવેલા ભોજન અને પાણી પર 5 ટકા જીએસટી લગાવવામાં આવશે. આ મામલે કોઈ પણ પ્રકારનો સંદેહ દૂર થાય તેના માટે નાણા મંત્રાલય ઘ્વારા રેલવે બોર્ડને જણાવવામાં આવ્યું છે.

English summary
Railway catering services in trains gst reduces 18 to 5 precent.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.