5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી
5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને પગલે દેશમાં લૉકડાઉન છે. લૉકડાઉનને પગલે લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ભારતીય રેલવે પાંચ વર્ષના બાળકનો જીવ બચાવવા માટે આગળ આવ્યું. જણાવી દઈએ કે પુણેના પાંચ વર્ષના બાળક માટે જરૂરી દવાને લઈ અપીલ કરવામાં આવી હતી, જે બાદ સાઉથ વેસ્ટ રેલવે આગળ આવ્યું. બેલગામમાં પાંચ વર્ષના બાળકને પુણેના એક ડૉક્ટરથી ઈલાજ ચાલી રહ્યો છે. બાળકને આ દવાની સખ્ત જરૂર હતી, જેને પુણેથી બેલગામ પહોંચાડવામાં આવી.

દવા પહોંચાડવાનું મિશન
બાળકના માતા-પિતાએ મહારાષ્ટ્ર પ્રશાસનને અપીલ કરી હતી કે તેઓ તેમના સંબંધીને પુણેથી બેલગામ ગાડીથી આવવાની મંજૂરી આપે જેથી આ દવા તેમના સુધી પહોંચી શકે, પરંતુ આ અપીલ સ્વીકારવામાં નહોતી આવી. પરંતુ આ દરમિયાન માતા-પિતાએ સાઉથ વેસ્ટ રેલવે સમક્ષ મદદની પુકાર લગાવી. માતા-પિતાની અપીલ પર કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અઘાડીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો જેથી આ દવા તેમના સુધી પહોંચી શકે. રેલવેના હસ્તક્ષેપ બાદ કર્ણાટકના બેલગામમાં બાળકને દવા પહોંચી શકી.

રેલવે મંત્રીએ હસ્તક્ષેપ કર્યો
જણાવી દઈએ કે સુરેશ અઘાડી લોકસભા સાંસદ ચે અને રેલ રાજ્ય મંત્રી પણ છે. તેઓ બેલગામથી સાંસદ પણ છે. તેમણે આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યો. બાળકો માટે પુણે રેલવે સ્ટેશને જરૂરી દવા મોકલવામાં આવી, જે બાદ માલગાડીથી આ દવાને બેલગામ મોકલવામાં આવી. આ દવા જલદીમાં જલદી બાળક સુધી પહોંચી શકે તે રેલવે સ્ટાફે સુનિશ્ચિત કર્યું. આ દવા બેલગામ રેલવે સ્ટેશને પહોંચ્યા બાદ સ્ટેશનના કર્મચારીઓએ બાળકના ઘર સુધી આ દવા પહોંચાડી.

સંચાલન ઠપ્પ
જણાવી દઈએ કે લૉકડાઉનને પગલે આખા દેશમાં ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે ઠપ છે, માત્ર માલગાડીઓને જ ચલાવવાની મંજૂરી છે જેથી લોકો સુધી જરૂરી સામાનની સપ્લાય અટકી ના જાય. માત્ર ટ્રેન જ નહિ બલકે તમામ બસ અને વાહનવ્યવહારના બધા વાહનો બંધ કરી દીધા છે. આ કારણે લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તમામ સરકારી વિભાગ, મંત્રાલય લોકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
