ભારતીય રેલવેનો વિસ્તાર વધ્યો પણ કર્મચારીઓ ઘટ્યા

આંચકો લાગ્યા વિના ન રહે એ વાત પણ નક્કી છે. આજે પણ હકીકત છે કે ભારતીય રેલવે દેશમાં સૌથી વધારે રોજગારી પ્રદાન કરતું એકમ છે. જો કે છેલ્લા બે દાયકામાં તેનો વ્યાપ વધવા છતાં કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
ભારતીય રેલવે સ્ટેટેસ્ટિક્સ સ્ટેટમેન્ટ 2011-12 અને યરબૂકનાં આંકડા આ બાબતના પુરાવા છે.
|
SerialNo. |
Year:As onMarch 31 |
RouteLength Kms |
Running TrackLength Kms |
RegularEmployees |
|
1. |
1991 |
62,367 |
78,607 |
16,54,985 |
|
2. |
1996 |
62,915 |
- |
15,89,646 |
|
3. |
2001 |
63,028 |
81,865 |
15,49,385 |
|
4. |
2006 |
63,332 |
84,370 |
14,16,121 |
|
5. |
2011 |
64,460 |
87,114 |
13,32,204 |
|
6. |
2012 |
64,600 |
89,801 |
13,05,701 |
|
SerialNo. |
Year:As onMarch 31 |
Administration |
Engineering |
MechanicalEngineering |
|
1. |
2007 |
47,179 |
3,44,825 |
3,27,270 |
|
2. |
2008 |
47,062 |
3,37,990 |
3,29,173 |
|
3. |
2009 |
47,062 |
3,37,348 |
3,20,195 |
|
4. |
2010 |
45,873 |
3,27,638 |
3,20,995 |
|
5. |
2011 |
44,814 |
3,10,168 |
3,14,867 |
|
6. |
2012 |
50,036 |
2,92,832 |
3,04,804 |
છેલ્લા 21 વર્ષની વાત કરીએ તો ભારતીય રેલવેમાં કર્મચારીઓની સંખ્યા 3,49,130 જેટલી ઘટી છે. એટલે કે દર વર્ષે 16,000થી વધારે કર્મચારીઓ ઘટી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાનું પ્રમાણ વાર્ષિક 25,000 જેટલું પહોંચી ગયું છે. આ અંકડા રેલવેના જાહેર દસ્તાવેજો જેવા કે વાર્ષિક અહેવાલો, આંકડાકીય નિવેદનો અને યર બુકમાં આપવામાં આવ્યા છે. આ અંગે સંસદમાં રેલવે મંત્રીને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે તેમણે સ્પષ્ટતાઓ ટાળી છે.
મંત્રાલયે આપેલે ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે રેલવે જેવા મોટા એકમમાં એક સમયે વધારે સંખ્યામાં રોજગારીની તકો રહેલી હતી. આ નોકરીઓ સામાન્ય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, મૃત્યુ, બઢતી, નવી નોકરીઓ બહાર પડવી વગેરે કારણે ઉભી થઇ હતી. જો કે માનવબળ ઘટવાને કારણે રેલવે તંત્રના સંચાલનમાં તકલીફ ઉભી થઇ હોવનો તેમણે ઇનકાર કર્યો હતો.
પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ તેમના કાર્યકાળમાં કબૂલ કર્યું હતું કે માનવબળ ઘટાડા અને રેલવેની કાર્યદક્ષતા વચ્ચે સીધો સંબંધ છે. તેમણે 14 માર્ચ, 2012ના રોજ પોતાના રેલવે બજેટ સંબોધનમાં કહ્યું હતું કે રેલવેમાં વિવિઘ કેટેગરીમાં જગ્યાઓ ખાલી છે. જેના કરાણે તેના પરફોર્મન્સ પર અસર પડી રહી છે. આ મુશ્કેલી નીવારવા માટે 80,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
