• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરોને લાવવા માટે રેલવે ચલાવી શકે 400 સ્પેશિયલ ટ્રેન

|

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે 25 માર્ચથી લૉકડાઉન ચાલી રહ્યું છે. એવામાં લાખો પ્રવાસી મજૂર વિવિધ રાજ્યોમાં ફસાયેલા છે અને પોતપોતાના ઘરે નથી જઈ શકતા. આ દરમિયાન આ મજૂરોની સમસ્યાને જોતા કેન્દ્ર સરકારે મોટો ફેસલો લીધો છે. ગૃહ મંત્રાલયે પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, દર્દી અને તેમના પરિજનો સાથે પર્યટકોને રાહત આપતા અવર જવરને છૂટ આપી દીધી છે. એટલું જ નહિ કેન્દ્ર સરકારે કહ્યું કે 3 મેએ લૉકડાઉન પૂરું થયા બાદ કેટલાય જિલ્લાને પણ આનાથી છૂટ આપી દેવામાં આવશે.

400 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી શકે છે

400 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી શકે છે

સરકારે પોતાની ગાઈડલાઈનમાં કહ્યું કે પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જે બીજા રાજ્યોમાં ફસાયેલા છે તેમને બસથી પાછા મોકલી શકાય ચે. પરંતુ આ દરમિયાન કેટલાય રાજ્યોમાં સ્પેશિયલ ટ્રેનની માંગ સામે રાખી છે. સૂત્રો મુજબ રેલ મંત્રાલયે પણ આ બાબતે પોતાની યોજના બનાવવી શરૂ કરી દીધી છે. 400 જેટલી સ્પેશિયલ ટ્રેન દરરોજ ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો કે હજી સુધી ટ્રેનનું સંચાલન શરૂ કરાશે કે નહિ તે વાતના સંકેત મળ્યા નથી, પરંતુ રેલવેએ સરકાર સાથે મળી શીર્ષ સ્તરે યોજના બનાવવાની શરૂઆત કરી દીધી છે.

રેલવેએ તૈયારી શરૂ કરી દીધી

રેલવેએ તૈયારી શરૂ કરી દીધી

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દરેક બસમાં બહુ મુશ્કેલીથી 25 જ યાત્રી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતાં બેસી શકે છે. રેલવેના વિસ્તૃત પ્રોટોકોલમાં પણ એક પેરેગ્રાફ આ બાબતનો ચે જે રાજ્ય આ રેલવેના રૂટમાં તેમને મંજૂરી મળવી જોઈએ, સ્ક્રીનિંગ બાદ નિયંત્રિત કરી યાત્રીઓને જવા દેવા જોઈએ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પ્રવાસી મજૂરોને લઈ આટલા લાંબા સમયથી કરવામાં આવી રહેલ માંગને આખરે સ્વીકારી લેવામાં આવી છે. આ સ્વાગત યોગ્ય પગલું છુ, પરંતુ કેન્દ્ર સરકારે રેલવેને આની મંજૂરી આપવી જોઈએ. પાછલા કેટલાક દિવસોમાં તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, નોર્થ ઈસ્ટના 6 લાખ લોકોએ પાછા આવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે હિસાબે હું અપીલ કરું છું કે રેલવેને આની મંજૂરી આપી દેવી જોઈએ જેથી લોકો પોતાના વતન આસાનીથી પહોંચી શકે.

તમામ મુખ્યમંત્રીઓએ સ્પેશિયલ ટ્રેનની માંગ કરી

તમામ મુખ્યમંત્રીઓએ સ્પેશિયલ ટ્રેનની માંગ કરી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે તેમણે રેલવેમંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કરી છે, રાજ્યોને વિશેષ ટ્રેનની મંજૂરી હશે જેથી બીજા રાજ્યોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, પ્રવાસી મજૂરોને પાછા લાવી શકે. રાજ્ય સરકાર મુજબ ઝારખંડના 9 લાખ જેટલા લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે, જેમાથી 6.43 લાખ પ્રવાસી મજૂર છે. અગાઉ મહારાષ્ટ્રના મુક્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પીએમ પાસે માંગ કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને પણ સરકાર સમક્ષ આ માંગ રાખી હતી. સાથે જ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પંજાબની સરકારોએ પણ આવા પ્રકારની જ માંગ સામે રાખી છે.

હૉટસ્પૉટ નથી ત્યાં છૂટ નહિ મળે

હૉટસ્પૉટ નથી ત્યાં છૂટ નહિ મળે

માનવામાં આવી રહ્યું છે કે જે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નથી ત્યાં લૉકડાઉન બાદ સરકાર દ્વારા રાહત આપવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના 736 જિલ્લામાંથી 129 જિલ્લાને હોટસ્પોટ તરીકે ચિહ્નિત કર્યા છે. 15 એપ્રિલે લૉકડાઉનનો પહેલો તબક્કો પૂરો થવાના સમયે દેશમાં 177 જિલ્લાની ઓળખ હૉટસ્પૉટ તરીકે કરવામાં આવી હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે જે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નથી અને જે હૉટસ્પૉટ લિસ્ટમાં નથી, સરકાર ત્યાં લૉકડાઉનમાં રાહત આપી શકે છે.

સરકારે મંજૂરી આપી

સરકારે મંજૂરી આપી

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશે પોતાના પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓ જે બીજા રાજ્યોમાં ફસાયા હતા, તેમને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જે બાદ બુધવારે કેન્દ્ર સરકારે નિર્દેશ જાહેર કરીને કહ્યું કે લૉકડાઉનને કારમે જે પ્રવાસી મજૂર, તીર્થયાત્રી, પર્યટક, વિદ્યાર્થી અથવા અન્ય લોકો બીજી જગ્યાએ ફસાયા છે તેમને પોતાના ઘરે જવાની મંજૂરી હશે. જણાવી દઈએ કે પીએમ મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન ઝારખંડ, બિહાર, ઓરિસ્સાએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે બીજા રાજ્યોમાં ફસાયા છે તેવા લોકોને તેઓ ગાઈડલાઈન વિના પાછા નહિ લાવી શકે.

ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

English summary
Railway likely to run 400 special trains to bring migrants workers students stuck in different states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X