For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સહિત આ 7 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, ઝડપી પવન ફૂંકાવાની પણ સંભાવના

દેશના અલગ અલગ ભાગોમાં હાલમાં ચોમાસાનો જોરદાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાત સહિત સાત રાજ્યોમાં વરસાદ વિશે ચેતવણી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

દેશના અલગ અલગ ભાગોમાં હાલમાં ચોમાસાનો જોરદાર વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે ઘણા રાજ્યો પૂર સામે ઝઝૂમી રહ્યા છે અને લોકોને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે દિલ્લી સહિત સાત રાજ્યોમાં વરસાદ વિશે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી-એનસીઆરમાં દિવસભર વાદળો છવાઈ રહ્યા બાદ બુધવારે સાંજ સુધી વરસાદ થઈ શકે છે. દિલ્લી ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના અને નાગાલેન્ડમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

30-40 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ

30-40 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ

તમને જણાવી દઈએ કે દિલ્લી-એનસીઆરમાં છેલ્લા બે દિવસો પહેલા થોડો થોડો વરસાદ થઈ રહ્યો હતો. આ વરસાદથી જ્યાં લોકોને ગરમીથી રાહત મળી. વળી, પ્રદૂષણ પણ ઘણી હદ સુધી ઓછુ થઈ ગયુ. પરંતુ સોમવારે હવામાનમાં ફરીથી એક વાર ગરમી જોવા મળી. હવે હવામાન વિભાગે એક વાર ફરીથી દિલ્લી-એનસીઆરમાં બુધવારે સાંજે વરસાદની સંભાવના વ્યક્ત કરી. વળી, હવામાન વિભાગે આગામી 4 કલાકમાં મહારાષ્ટ્રના ઠાણે, પાલઘર અને રાયગઢમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની એલર્ટ જાહેર કરી છે.

બિહાર અને ઝારખંડમાં પણ વરસાદના અણસાર

બિહાર અને ઝારખંડમાં પણ વરસાદના અણસાર

હવામાન વિભાગનું કહેવુ છે કે ઉત્તરી, મધ્ય અને દક્ષિણ-પશ્ચિમી અરબ સાગર તરફથી 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આવી સ્થિતિમાં બિહાર અને ઝારખંડમાં પણ વરસાદના અણસાર બની રહ્યા છે. જો કે ઉત્તર પ્રદેશમાં ચોમાસાની ઝડપ ધીમી છે અને અમુક જિલ્લાઓમાં લોકો ગરમીની માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસોમાં યુપીના આ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસુ ઘણુ મોડુ છે અને વરસાદ પણ ઓછો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થ, દેવુ ચૂકવવા વેચવા ઈચ્છતા હતા સંપત્તિઃ કોંગ્રેસ ધારાસભ્યઆ પણ વાંચોઃ આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થ, દેવુ ચૂકવવા વેચવા ઈચ્છતા હતા સંપત્તિઃ કોંગ્રેસ ધારાસભ્ય

ઘણા રાજ્યોમાં પૂરથી સ્થિતિ ખરાબ

ઘણા રાજ્યોમાં પૂરથી સ્થિતિ ખરાબ

વળી, અમુક રાજ્યોમાં સતત થઈ રહેલા વરસાદથી સ્થિતિ બેકાબુ થઈ રહ્યા છે. અસમ, બિહાર, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિહાર અને અસમમાં વરસાદ બાદ આવેલ પૂરના કારણે લાખો લોકોના જીવન પર સંકટ ઉભુ થઈ ગયુ છે. બંને રાજ્યોમાં નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. લોકોને પીવાના પાણી માટે ઝઝૂમવુ પડી રહ્યુ છે. વરસાદે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ જબરદસ્ત કહેર મચાવ્યો છે. વરસાદના કારણે પાણી ભરાવાના કારણે ગયા શનિવારે બદલાપુર અને વાનગાની રૂટ પર ચાલતી મહાલક્ષ્મી એક્સપ્રેસ પાણીમાં ફસાઈ ગઈ. આ ટ્રેનમાં લગભગ 700 મુસાફરો સવાર હતા જેમને ભારતીય સેના, ભારતીય વાયુસેના, નેવી અને એનડીઆરએફના જવાનોએ કલાકોની મહેનત બાદ સુરક્ષિત બચાવ્યા હતા.

English summary
Rain Alert For These Seven States.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X