For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ જગ્યાઓ પર આજે આંધી-વરસાદની આશંકા, સાવધાન રહો

સોમવારે સાંજે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડ્યો, જેને કારણે તાપમાન ઘટ્યું અને લોકોને ગરમીથી રાહત મળી. સાંજે શરુ થયેલો વરસાદ ઘણા કલાકો સુધી ચાલ્યો

|
Google Oneindia Gujarati News

સોમવારે સાંજે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડ્યો, જેને કારણે તાપમાન ઘટ્યું અને લોકોને ગરમીથી રાહત મળી. સાંજે શરુ થયેલો વરસાદ ઘણા કલાકો સુધી ચાલ્યો. આ વરસાદને કારણે મંગળવારે પણ દિલ્હી એનસીઆરમાં તેનો પ્રભાવ જોવા મળ્યો. વરસાદ પહેલા 40 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું અને ન્યુનતમ તાપમાન 25 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનમાં આંધી અને વરસાદનો મોસમ

રાજસ્થાનમાં આંધી અને વરસાદનો મોસમ

રાજસ્થાનમાં સતત ત્રીજા દિવસે આંધી, વરસાદ અને કરાની મૌસમ રહી. તેને કારણે જયપુર સહીત ઘણા શહેરોમાં દિવસનો પારો લગભગ 10 ડિગ્રી સુધી નીચે આવી ગયો અને ગરમીથી રાહત મળી.

ગરમીથી રાહત મળશે

ગરમીથી રાહત મળશે

હવામાન વિભાગ અનુસાર યુપી અને બિહારમાં ધૂળ ભરેલી આંધી ચાલશે અને ગર્જના કરતા વાદળો પણ બનશે. આ બધી જ વાતોનો પ્રભાવ સૌથી વધારે દિલ્હી એનસીઆર પર થશે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલી શકે છે. અલગ અલગ જગ્યાઓ પર હલકો વરસાદ થઇ શકે છે. તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે.

ઉત્તરાંખડ

ઉત્તરાંખડ

ઉત્તરાંખડમાં આવનારા ત્રણ દિવસ વધારે જગ્યાઓ પર ઝડપી હવાઓ અને વરસાદ થવાની સંભાવના છે. મૌસમ વિજ્ઞાન કેન્દ્ર નિર્દેશક બિક્રમ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 16 મેં સુધી વાતાવરણ ખરાબ રહી શકે છે.

બેંગ્લોરમાં ભારે વરસાદ પડી શકે છે

બેંગ્લોરમાં ભારે વરસાદ પડી શકે છે

જયારે બીજી બાજુ કર્ણાટક, કેરળ અને વિદર્ભમાં પણ ભારે વરસાદ થવાની આશંકા છે. હવામાન વિભાગ અનુસાર આજે બેંગ્લોરમાં વરસાદ થઇ શકે છે. સાંજ સુધીમાં કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

English summary
Weather forecast for Bengaluru, Delhi, NCR, Uttar Pradesh, Telangana, Kerala and Tamil Nadu on May 14
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X