અખિલેશ હજુ નારાજ છે પરંતુ વસ્તુઓ જલ્દી ઉકેલાઈ જશે: રાજ બબ્બર

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે તેઓ અખિલેશ યાદવને મનાવી લેશે અને તેઓ આવનારી ચૂંટણી સપા સાથે મળીને જ લડશે

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે તેઓ અખિલેશ યાદવને મનાવી લેશે અને તેઓ આવનારી ચૂંટણી સપા સાથે મળીને જ લડશે. એક દિવસ પહેલા જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી નહીં લડવાની વાત કહ્યા પછી રાજ બબ્બર ઘ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. રાજ બબ્બરે કહ્યું કે આજે સામાન્ય જનતા ઈચ્છે છે કે કોંગ્રેસ અને સપા સાથે સાથે મળીને ચૂંટણી લડે.

આ પણ વાંચો: યુપીમાં મહાગઠબંધન ફાઈનલ, આટલી સીટો પર લડશે માયાવતી અને અખિલેશ

નારાજગી પરકાઓ માટે ક્યારેય પણ નથી હોતી: રાજ બબ્બર

નારાજગી પરકાઓ માટે ક્યારેય પણ નથી હોતી: રાજ બબ્બર

રાજ બબ્બરે ગુરુવારે કહ્યું કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નિવેદનમાં તેમની નારાજગી જોવા મળી રહી છે. નારાજગી પરકાઓ માટે ક્યારેય પણ નથી હોતી. કોંગ્રેસ અને સપા એકબીજા સાથે વાત કરીને તેનો ઉકેલ લાવી દેશે. જનતા ઈચ્છે છે કે અમે સાથે મળીને ચૂંટણી લડીએ. ઉત્તરપ્રદેશની વર્ષ 2017 ચૂંટણી કોંગ્રેસ અને સપા સાથે મળીને લડ્યા હતા.

સપા અધ્યક્ષે આ વાત કહી

સપા અધ્યક્ષે આ વાત કહી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે વર્ષ 2019 ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં સપા, બસપા, કોંગ્રેસ, રાલોદ સાથે આવવાની સંભાવના પર કહ્યું કે યુપીમાં ગેરકોંગ્રેસી ગઠબંધન બનશે. તેમને કહ્યું કે તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર સાથે મુલાકાત કરશે અને નાના દળોને તૈયાર કરીને ત્રીજો મોરચો તૈયાર કરશે. અખિલેશ જાન્યુઆરીમાં તેલંગાણાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.

મંત્રીપદ માટે નારાજગી

મંત્રીપદ માટે નારાજગી

મધ્યપ્રદેશમાં સપા વિધાયકને મંત્રી નહીં બનાવવાને કારણે અખિલેશ યાદવ નારાજ છે. લખનવમાં તેમને બુધવારે કહ્યું કે તેઓ કોંગ્રેસને ધન્યવાદ આપે છે કે તેમને અમારા વિધાયકને મધ્યપ્રદેશમાં મંત્રી નહીં બનાવ્યા. તેને કારણે યુપીમાં ગઠબંધનનો રસ્તો સાફ થઇ ગયો. યુપીમાં ગેરકોંગ્રેસી ગઠબંધન બનશે. મધ્યપ્રદેશમાં સપાનો એક વિધાયક છે જેને કોંગ્રેસની સરકારને સમર્થન આપ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X