For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધી જયંતિ નિમિત્તે રાજ ઠાકરેએ મોદી પર નિશાન તાક્યું

મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના ઓફિશિયલ પેજ પર એક કાર્ટુન પોસ્ટ કર્યું હતું. મુંબઇ રેલ દુર્ઘટના બાદ રાજ ઠાકરેએ મોદી સરકારનો કર્યો વિરોધ. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

મહાત્મા ગાંધીની જન્મજયંતિ એ આપણા દેશને આઝાદી આપાવવા માટે ગાંધીજીએ સહન કરેલ વેદના અને કષ્ટોને યાદ કરવાનો દિવસ છે. ગાંધીજીએ 'મારા સ્વપ્નનું ભારત'માં આ દેશ આઝાદી બાદ કેવો હોવો જોઈએ તેની કલ્પના પહેલેથી જ કરી નાંખી હતી. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે ભારતને ગાંધીના સપનાના ભારત જેવું બનાવી નથી શક્યા, પંરતુ રાજનૈતિક સ્વાર્થ માટે ગાંધીજીના નામનો ઉપયોગ ચોક્કસ થાય છે.

gandhiji

રાજ ઠાકરેએ પોસ્ટ કરેલુ કાર્ટુન

મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના ઓફિશિયલ પેજ પર Two Of The same soil ના શીર્ષક સાથેનું એક કાર્ટુન પોસ્ટ કર્યું છે. જેમાં મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદીના કાર્ટુન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હાથમાં' સત્ય સાથે મારા પ્રયોગો' પુસ્તક છે, જ્યારે નરેન્દ્ર મોદીના હાથમાં 'અસત્ય સાથે મારા પ્રયોગો' પુસ્તક લઈને ઊભા છે. ગાંધી જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કરતા તેમણે આ કાર્ટુન શેર કર્યું હતું.

raj thackeray

રાજ ઠાકરેએ મોદી પર નિશાન સાધ્યું

મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈમાં થોડા દિવસ પહેલા બનેલી રેલ્વે સ્ટેશનની ઘટના બાદ મોદી સરકારનો વિરોધ કર્યો હતો, આ સાથે જ તેમણે 5 ઓક્ટોબરના રોજ આંદોલનની પણ જાહેરાત કરી હતી. એ દુર્ઘટના બાદ ઠાકરેએ મોદીની બુલેટ ટ્રેન યોજનાનો પણ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, અમે બુલેટ ટ્રેનની એક ઈટ પણ મુંબઈમાં રાખવા નહીં દઈએ.

raj thackeray

મોદી સરકારની કરી ટીકા
થોડા દિવસ પહેલા થયેલ મુંબઈ દુર્ઘટના બાદ રાજ ઠાકરેએ સરકાર વિરુદ્ધ બોલતા જણાવ્યું કે, આપણને પાકિસ્તાન અને તેના આતંકવાદીઓની જરૂર જ નથી. આપણી રેલ્વે જ આપણા લોકોને મારવા માટે ઘણી છે, દેશમાં બીજા કોઈ દુશ્મનની જરૂર નથી. રેલ્વે અનુસાર, એ દુર્ઘટનાનુ કારણ વરસાદ હોવાનું જણાવવામાં આવ્યું હતું, તેના જવાબમાં ઠાકરે જણાવે છે કે, મુંબઈમાં આ પહેલી વખત તો વરસાદ નથી થયો, આ ઉપરાંત તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, સ્ટેશનમાં રહેલી ખામીઓને કેટલા સમયમાં સરખી કરવામાં આવશે? તેનો મોદી સરકાર એક સમયગાળો જણાવે.
English summary
Raj Thackeray attacked PM Modi through his & Mahatma Gandhi's cartoon .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X