રાજની અજીતને ખુલ્લી ધમકી, પોતાના પગ પર પાછા નહી જઇ શકે

શનિવારે મહારાષ્ટ્રના જાલનાથી એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ ઉપ મુખ્યમંત્રી અજીત પવારને ધમકી આપતા જણાવ્યું કે પત્થરમારો તેમની તરફથી પણ થઇ શકે છે. રાજ ઠાકરેએ અજીત પવાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં દુકાળની સ્થિતિ માટે એનસીપી જવાબદાર છે અને તેના માટે લોકો અજીત પવારને ઘરમાં ઘુસીને મારશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ ઠાકરે અને અજીત પવાર વચ્ચે ભાષણબાજી બાદ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. શરૂઆત રાજ ઠાકરેના કાફલા પર પત્થરમારા સાથે થઇ. જેનો આરોપ એનસીપી કાર્યકાર્તાઓ પર લાગ્યો હતો. જેના પગલે રાજ ઠાકરેએ જાલનાની રેલીમાં એનસીપી પર સીધા પ્રહાર કર્યા અને જણાવ્યું કે દુકાળગ્રસ્ત જાલનાની દુર્દશા માટે એનસીપી જવાબદાર છે.












Click it and Unblock the Notifications
