રાજ ઠાકરેએ કહ્યું: બાળા સાહેબને વાસી વડાપાઉં ખવડાવતા હતા ઉદ્ધવ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 એપ્રિલ: બાળા સાહેબ ઠાકરેની આત્માને આજે જરૂર ઠેસ પહોંચી હશે જ્યરે પારિવારિક ઝઘડાને તેમના પુત્ર અને ભત્રીજા સાર્વજનિક મંચ પર લઇ આવ્યા. ગુરૂવારે ફરી એકવાર ઠાકરે પરિવારમાં ખેંચતાણના લીધે રાજ અને ઉદ્ધવ વચ્ચે વાકયુદ્ધ છેડાઇ ગયું. રાજ ઠાકરે ઉદ્ધવ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે બાળા સાહેબ જ્યારે લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે વાસી વડાપાઉં ખાવા આપતા હતા. જ્યારે રાજ ઠાકરેએ આ મુદ્દે સ્વંયને સારા ગણાવતાં કહ્યું હતું કે તે પોતાના ઘરથી બાળા સાહેબ માટે ચિકન સૂપ મોકલતાં હતા.

રાજ ઠાકરેનું કહેવું ક્યારેય અતિશ્યોક્તિ નહી હોય કે ઠાકરે પરિવાર આ વાકયુદ્ધ ફક્ત લોકસભા ચૂંટણી નજીક આવવા લીધે શરૂ કર્યું છે. જો કે અત્યાર સુધી આ યુદ્ધમાં રાજ ઠાકરેએ ઉદ્ધવને આકરો જવાબ આપ્યો છે. રાજ ઠાકરેએ એમપણ કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરે ખોટી નિવેદનબાજી કરવાનું બંધ નહી કરે તો તેમને પણ મોઢું ખોલવું પડશે.

raj-thackeray-601

મુંબઇમાં બહારથી આવનાર લોકો પર ફરી એકવાર નિશાન સાધતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઇમાં 48 ટ્રેનો બહારન શહેરોમાંથી પ્રવેશ કરે છે પરંતુ અહીંની સરકારને એ ખબર નથી પડતી કે કોણ આવી રહ્યું છે અને કોણ જઇ રહ્યું છે? આ મુદ્દાનું એક જ્વલંત ઉદાહરણ આપતાં રાજ ઠાકરેએ પણ કહ્યું કે જ્યારે ગોવામાં બિહાર માટે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી તો ત્યાંના મુખ્યમંત્રીએ આ વાતનો આકરો વિરોધ કર્યો હતો. અંતત: રાજ ઠાકરેએ પોતાની વાતને એમ કહીને વિરામ આપી દિધો કે તે ગદ્દાર નથી.

English summary
During the election campaign MNS chief Raj Thackeray said that his cousin and Shiv Sena chief Uddhav Thackeray used to served stale Vada Pav to Bala Saheb in hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X