Rajasthan : વધુ એક બાબા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે? જાણો કોણ છે બાબા બાલકનાથ?
વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની ત્રણ રાજ્યોમાં જીત બાદ હવે સીએમ પદ માટેના નામો ચર્ચાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, રાજસ્થાનમાં કોઈ બાબા મુખ્યમંત્રી બની શકે છે.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે કોઈ બાબાનું નામ સોશિયલ મીડિયાથી શરૂ થયુ છે. ખુશીરામ ગુર્જર નામના એક વ્યક્તિએ પોસ્ટ કરી અને લખ્યુ કે, રાજસ્થાનના યોગી. આગામી સીએમ બાલકનાથ યોગી 10.12.2023ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ફેસબુક પર દલપતસિંહ પરમાર નામના વ્યક્તિએ પોસ્ટમાં લખ્યુ છે કે, બ્રેકિંગ ન્યૂઝ, માનનીય બાબા બાલક નાથ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે.10/12/2023 ના રોજ શપથ લેશે. મહંત બાબા બાલકનાથને દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા છે. સંત ગુરુગોરખ નાથ સંપ્રદાયના મહંત બાબા બાલકનાથજી અને ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ નાથ સંપ્રદાયના છે.
આવી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં કરવામાં આવ્યો છે કે બાબા બાલકનાથને રાજસ્થાનના સીએમ બનાવવા અને 10 ડિસેમ્બરે શપથ લેશે. બાલકનાથ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં અલવર જિલ્લાની તિજારા બેઠક પરથી જીત્યા છે.
બાબા બાલકનાથ રાજસ્થાનમાં ભાજપના હિન્દુત્વ કાર્ડનો સૌથી મોટો ચહેરો છે. તે અલવરથી બીજેપીના સાંસદ છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમના પર દાવ લગાવવામાં આવ્યો હતો. બાબા બાલકનાથે તિજારા સીટ પર કોંગ્રેસના ઈમરાન ખાનને હરાવ્યા હતા.
બાબાને 110209 વોટ મળ્યા જ્યારે ખાનને 104036 વોટ મળ્યા. 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની હોટ સીટ તિજારામાં પણ 85.70 ટકા મતદાન થયું હતું.
2017માં યુપી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ બીજેપીએ યોગી આદિત્યનાથને રાજ્યની કમાન સોંપી હતી. બાબા બાલકનાથ લોકોમાં રાજસ્થાનના યોગી તરીકે પ્રખ્યાત છે.
આદિત્યનાથ યોગી પોતે ઉમેદવારી પત્ર ભરવા તેમને લેવા તિજારા પહોંચ્યા હતા. આ માટે ચૂંટણી રેલી સંબોધી હતી. બાબા બાલકનાથ અને યોગી આદિત્યનાથની જીવનશૈલી અને રાજકીય વિચારધારા સમાન છે. આ સ્થિતિમાં બધાને લાગે છે કે યુપીની તર્જ પર રાજસ્થાનમાં પણ ભગવા ધારણ કરનાર વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે.
બાબા બાલકનાથ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં છે. 3 ડિસેમ્બરે મત ગણતરીમાં વિજય નોંધાવ્યા બાદ હાઈકમાન્ડે મહંત બાલકનાથ યોગી અને જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતને દિલ્હી બોલાવ્યા ત્યારે આ વાતની વધુ પુષ્ટિ થઈ. બીજી તરફ વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં જ હતા.












Click it and Unblock the Notifications
