Rajasthan Assembly Election 2023: રાજસ્થાનમાં ગઈ ચૂંટણીઓમાં મતદાન, પુરુષ-મહિલા મતદારો, પરિણામ..
Rajasthan Assembly Election 2023: રાજસ્થાનમાં શનિવારે 25 નવેમ્બરના રોજ 199 બેઠકો માટે મતદાન યોજાવાનુ છે. શ્રીગંગાનગરની શ્રીકરણપુર સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરના નિધનના કારણે અહીં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે શમી ગયો. રાજ્યમાં સો ટકા મતદાન થાય તે માટે ચૂંટણી પંચ લોકોને મત આપવા પ્રોત્સાહિત કરી રહ્યુ છે. આ દરમિયાન એ જાણવુ પણ રસપ્રદ રહેશે કે રાજસ્થાનમાં છેલ્લી 3 ચૂંટણીઓમાં કેવા પ્રકારનુ મતદાન થયુ.

તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે રાજ્યમાં કુલ 5.29 કરોડ મતદારો છે. જેમાંથી 2.74 કરોડ પુરુષ અને 2.53 કરોડ મહિલા મતદારો છે. 624 થર્ડ જેન્ડર તેમજ 22.71 લાખ મતદારો 18-19 વર્ષના છે જે આ ચૂંટણીમાં પહેલી વાર મત આપશે.
વર્ષ 2018ની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસે 199માંથી 99 સીટો જીતી હતી. ભાજપને 73, બસપાને 6 અને અન્યને 20 સીટો મળી હતી. ચૂંટણીમાં રાજ્યમાં 74.06 ટકા લોકોએ મતદાન કર્યુ હતુ. જેમાં 73.49 ટકા પુરુષ મતદારો અને 74.67 ટકા મહિલા મતદારો સામેલ હતા. કોંગ્રેસને 39.30 ટકા લોકોએ મત આપ્યા હતા. જ્યારે ભાજપને 38.77 ટકા લોકોએ મત આપ્યા હતા.
વર્ષ 2013ની ચૂંટણીમાં રાજ્યમાં 75.04 ટકા લોકોએ મતદાન કર્યુ હતુ. જેમાંથી પુરુષ મતદારો 75.44 ટકા અને મહિલા મતદારો 74.67 ટકા હતા. ભાજપ માટે 45.17 ટકા મતદાન થયુ હતુ. ભાજપે 163 સીટો સાથે જીત મેળવી હતી. કોંગ્રેસને માત્ર 21 સીટો મળી હતી. માત્ર 33.07 ટકા લોકોએ કોંગ્રેસ માટે મતદાન કર્યુ હતુ. 3.37 ટકા વોટ શેર સાથે બસપાએ 3 સીટો જીતી હતી. 10 સીટો પર અપક્ષ અને અન્ય જીત્યા હતા.
વર્ષ 2008ની ચૂંટણીમાં કોંગ્રેસ 96 સીટોથી વિજયી થયુ હતુ. ભાજપને 78, બસપાને 6 અને અન્યને 20 સીટો મળી હતી. રાજ્યમાં 66.25 ટકા મતદાન થયુ હતુ. જેમાં પુરુષ મતદારો 67.10 ટકા અને મહિલા મતદારો 65.31 ટકા સામેલ હતા. કોંગ્રેસના પક્ષમાં 36.82 ટકા લોકોએ, જ્યારે ભાજપના પક્ષમાં 34.27 ટકા લોકોએ મતદાન કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
