For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ ભાજપના મંત્રીએ આપી ધમકી, મને જીતવ્યો નહિં તો આપઘાત કરી લઈશ

ભાજપના મંત્રીની ધમકી, મને જીતવ્યો નહિં તો આપઘાત કરી લઈશ

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. સૌકોઈ વોટર્સને લલચાવવાની કોશિશ કરી રહ્યા છે. પોતાના ચૂંટણીલક્ષી વાયદાઓ કરી રહ્યા છે, પરંતુ રાજસ્થાન સરકારના મંત્રીએ તો વોટર્સને ધમકી સુદ્ધાં આપી દીધી. વસુંધરા સરકારમાં શહેરી વિકાસ મંત્રી શ્રીચંદ કૃપલાણીએ વોટ માટે મતદાતાઓને ધમકીના સૂરમાં કહ્યું કે જો એમને ન જીતવ્યા તો ઝેર ખાઈને આપઘાત કરી લેશે.

shrchand kriplani

ઉલ્લેખનીય છે કે શુક્રવારે શ્રીચંદ કૃપલાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં શ્રીચંદ લોકોની વચ્ચે હાથમાં માઈક પકીને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. એમણે કહ્યું કે જો તમે મને વોટ ન આપ્યો હતો હું આપઘાત કરી લઈશ.

રાજસ્થાનના નિમ્બાહેડા વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર કૃપલાણી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લોકોને કહ્યું કે જો તમે લોકો મને જીતવશો નહિ, તો હું ઝેર ખાઈને આપઘાત કરી લઈશ. જ્યારે તેમને આ વીડિયો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ વાતને મજાકમાં કરેલી વાત ગણાવી. કૃપલાણીએ કહ્યું કે તેમણે આ વાત મજાકમાં અને હળવા મૂડમાં કહી હતી. ઉલલેખનીય છે કે રાજસ્થાનની 200 વિધાનસભા સીટ માટે 7 ડિસેમ્બરે મતદાન થનાર છે.

આ પણ વાંચો- શિવરાજ સિંહઃ 'વો તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો મામા હી આએગા'

English summary
Rajasthan Assembly Elections 2018: BJP Minister Shrichand Kriplani Threat Voter to commit suicide if he will not win election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X