
જાણો રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીનું આખુ શિડ્યુલ
ચૂંટણી આયોગ શનિવારે બપોરે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ સાથે સાથે તેલંગાના માટે પણ ચૂંટણી કાર્યક્રમનું એલાન કરી દીધુ છે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા માટે મતદાન થશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન અને તેલંગાનામાં એક જ તારીખે મતદાન થશે. આ બંને રાજ્યોમાં સૌથી અંતમાં મતદાન રાખવામાં આવ્યુ છે. પાંચ રાજ્યોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો અન્ય રાજ્યો સાથે 11 ડિસેમ્બરે આવશે.
રાજસ્થાનાં 200 સીટો માટે 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. તેમાં 142 સીટોમાંથી સામાન્ય માટે, 33 સીટો અનુસૂચિત જાતિ માટે અને 25 સીટો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
આ પણ વાંચોઃ Live: એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગાનામાં ચૂંટણી તારીખોનું એલાન

15 ડિસેમ્બર પહેલા રાજસ્થાનમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જશે. આ સાથે રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ. રાજસ્થાનની 200 સભ્યોની વિધાનસભામાં સત્તારૂઢ ભાજપ પાસે 163 અને કોંગ્રેસ તથા અન્ય પાસે 37 સીટો છે.
રાજસ્થાન નોટિફિકેશનઃ 12 નવેમ્બર
નોમિનેશનની છેલ્લી તારીખઃ 19 નવેમ્બર
નોમિનેશનની સ્ક્રૂટનીઃ 20 નવેમ્બર
નોમિનેશન પાછુ લેવાની છેલ્લી તારીખઃ 22 નવેમ્બર
મતદાનઃ 7 ડિસેમ્બર
ચૂંટણી પરિણામઃ 11 ડિસેમ્બર