ફાઈનલ રિઝલ્ટ બાદ રાજસ્થાનમાં કેટલા સફળ રહ્યા એક્ઝિટ પોલ્સ
ફાઈનલ રિઝલ્ટ બાદ રાજસ્થાનમાં કેટલા સફળ રહ્યા એક્ઝિટ પોલ્સ
નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાંકોંગ્રેસની જીત થઈ છે, જો કે કોંગ્રેસ રાજસ્થાનમાં બહુમતીના આંકડાથી ભલે દૂર રહી ગઈ હોય પરંતુ પોતાના સહયોગીઓના સમર્થનથી સરકાર બનાવવાના આંકડાઓ પાર કરી ચૂકી છે, ભાજપ પાસે મોકો હતો રાજસ્થાનના રાજકીય ઈતિહાસને બદલવાનો, પરંતુ સચિન પાયલટ અને અશોક ગેહલોતની જોડીએ વસુંધરા રાજેની સરકારને પછાડી દીધી અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રાજતિલક કરાવી દીધો.

જણાવી દઈએ કે રાજસ્થાનમાં કુલ 199 સીટ પર ચૂંટણી થઈ અને બહુમત માટે 100 સીટોની જરૂરત હતી, જેમાં કોંગ્રેસે આંકડા સહયોગિઓની મદદથી આસાનીથી પાર કરી લીધો. કોંગ્રેસ અહીં 99, ભાજપ 73, બસપા 6,સીપીઆઈએમ 2, ભારતીય જનજાત પાર્ટી 2, લોકદળ એક, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ ત્રણ અને અપક્ષ ઉમેદવારો 12 સીટ જ જીતી શક્યા છે. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાના કારણે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી. તમામ 199 સીટ પર 7 ડિસેમ્બરે વોટિંગ થયું હતું.
આ પરિણામો બાદ હવે ચર્ચા એ છે કે આખરે એક્ઝિટ પોલ રાજસ્થાનમાં કેટલા સાચા સાબિત થયા. માત્ર ટૂડે ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 111-135 સીટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસને 56-80 સીટ આપવામાં આવી હતી, એક્ઝિટ પોલનો આ અંદાજો અહીં પર પૂરી રીતે ખોટો સાબિત થયો.
ફાઈનલ રિઝલ્ટ બનામ એક્ઝિટ પોલ
જ્યારે ટાઈમ્સ નાઉએ ભાજપને 85 અને કોંગ્રેસને 105 સીટ આપી દીધી હતી. ઈન્ડિયા ટૂડે એક્સિસમાં ભાજપને 55-72 અને કોંગ્રેસને 119-141 સીટ આપી હતી, ન્યૂઝ એક્સે ભાજપને 80 અને કોંગ્રેસને 112 સીટ આપી દીધી હતી, તો રિપબ્લિક સીવોટર્સે એક્ઝિટ પોલમાં ભાજપને 52-60, કોંગ્રેસને 129-145 સીટ આપી હતી, એબીપી-સીએશડીએસે ભાજપને 83 અને કોંગ્રેસને 110 સીટ આપી દીધી હતી. રિપબ્લિક જનની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપ 83-101 અને કોંગ્રેસ 81-101 સીટ આપી હતી.
આ પણ વાંચો- છત્તીસગઢ ચૂંટણીમાં કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા એક્ઝિટ પોલના દાવા












Click it and Unblock the Notifications
