For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ ચૂંટણીમાં કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા એક્ઝિટ પોલના દાવા

છત્તીસગઢઃ કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા એક્ઝિટ પોલના દાવા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં થયેલ વધાનસભા ચૂંટણીના પરિણામ મંગળવારે આવી ચૂક્યાં છે. પરિણામ બાદ આના પર ભારે મંથન કરવામાં આવી રહ્યું છે કે ચૂંટણીને લઈને કરવામાં આવેલ એક્ઝિટ પોલ કેટલા સાચા સિબત થયા. મતદાન બાદ વિવિધ ટીવી ચેનલો અને એજન્સીઓએ એક્ઝિટ પોલ દ્વારા જણાવ્યું હતું કે કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી શકે છે. ફાઈનલ રિઝલ્ટ આવ્યા બાદ સાત ડિસેમ્બરે સાંજે આવેલ એક્ઝિટ પોલમાં છત્તીસગઢને લઈને કરેલ દાવા સંપૂર્ણ રીતે ખોટા સાબિત થયા છે.

છત્તીસગઢની જનતાનો મૂડન

છત્તીસગઢની જનતાનો મૂડન

છત્તીસગઢની જનતાના મૂડને માપવામાં તમામ પોલ નાકામ સાબિત થયા. એક્ઝિટ પોલનો દાવો છે કે ઉટલા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને ભારે જીત હાંસલ થઈ છે. મંગળવારે આવેલ પરણામમાં કોંગ્રેસે 90માંથી 63 સીટ પર જીત મેળવી છે અને ભાજપે માત્ર 15 સીટ પર જ જીત મેળવી શક્યું. અજિત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને માયાવતીની બસપાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને આ ગઠબંધનને 7 સીટ મળી છે. જનતા કોંગ્રેસને પાંચ અને બસપાને 2 સીટ પર જીત મળી છે.

ખોટા પડ્યા પોલ

ખોટા પડ્યા પોલ

એક્ઝિટ પોલની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે-એક્સિસનો એક્ઝિટ પોલ બાકી ચેનલોના મુકાબલો થોડો-બહુ નજીક રહ્યો. ઈન્ડિયા ટુડે-એક્સિસે પોતાના પોલમાં કોંગ્રેસને 55થી 66 સીટ, ભાજપને 21-31 સીટ અને અન્યને 7 સીટ મળવાની વાત કરી હતી. કોંગ્રેસને રાજ્યમાં 68 સીટ મળી છે તો ભાજપને 15. બાકી એક્ઝિટ પોલ એકદમ ખોટા સાબિત થયા.

ટાઈમ્સ નાઉ-સીએનએક્સનાં પરિણામ

ટાઈમ્સ નાઉ-સીએનએક્સનાં પરિણામ

ટાઈમ્સ નાઉ-સીએનએક્સે 46 સીટ સાથે ભાજપ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસને 35 સીટ મળવાની વાત કરી હતી. ભાજપને મળેલ 15 સીટ અને કોંગ્રેસને 35-33 વધુ 68 સીટ મળી. ન્યૂઝ એક્સે ભાજપને 43 અને કોંગ્રેસને 40 સીટ આપી, જે ફાઈનલ પરિણામમાં કોઈ મેળ નથી ખાતું. રિપબ્લિક સી વોટરે કોંગ્રેસની 46 સીટોની સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને ભાજપને 39 સીટ મળવાનો દાવો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ 68 સીટ સાથે સરકાર બનાવવા જઈ રહી છે અને ભાજપને માત્ર 15 જ સીટ મળી છે.

કોંગ્રેસને મળી બહુમત

કોંગ્રેસને મળી બહુમત

ન્યૂઝ નેશને ભાજપને 38-42 અને કોંગ્રેસને 40-44 સીટ મળવાનો દાવો કર્યો હતો, જ્યારે રિપબ્લિક-જન કી બાતે તો ભાજપને બહુમત નજીક બતાવતા 48 સીટ મળવાનો પોલમાં દાવો કર્યો હતો. એબીપી-સીએસડીએસે પોતાના એક્ઝિટ પોલમાં જે દાવો કર્યો, પરિણામ તેનાથી એકદમ ઉલટું આવી રહ્યું છે. એબીપી-સીએસડીએસે પોલામાં 52 સીટ ભાજપ અને 35 સીટ કોંગ્રેસને મળવાની વાત કહી હતી. ફાઈનલ પરિણઆમોમાં ભાજપને 15 અને કોંગ્રેસને 68 સીટ મળી છે.

‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ

English summary
chhattisgarh election results 2018 exit polls vs final results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X