For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન Live: પીએમ મોદીએ તમામ મતદાતાઓને વોટિંગ કરવા અપીલ કરી

રાજસ્થાન Live: મોદીએ તમામ મતદાતાઓને વોટિંગ કરવા અપીલ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટ માટે આજે મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે કે વોટિંગને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક હોવાથી આ રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આી છે. વોટિંગ માટે 2 લાખથી વધુ ઈવીએમ-વીવીપટનો ઉપયોગ કરવામાં આવશે. જાણકારી મુજ ઈવીએમની સાથે રાજ્યભરમાં વીવીપટનો ઉપયોગ પહેલીવાર થઈ રહ્યો છે. આ વખતે 20 લાખથી વધુ મતદાતા પહેલીવાર મતદાન કરશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપ અને વિપક્ષ પાર્ટી કોંગ્રેસ વચ્ચે છે. બીજીવાર સત્તામાં વાપસી માટે જ્યાં ભાજપના રણનીતિકારોએ પૂરી તાકાત લગાવી દીધી, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે પ્રચાર કર્યો. બીજી બાજુ કોંગ્રેસે સત્તા વિરોધી લહેર પોતાની તરફ વાળવા માટે આક્રમક ચૂંટણીલક્ષી અભિયાન ચલાવ્યું. હાલ મતદાતાઓનો ફેસલો વિપક્ષના પક્ષમાં જશે કે નહિં તે તો 11 ડિસેમ્બરે જ માલુમ પડશે.

rajasthan election

Newest First Oldest First
10:19 AM, 7 Dec

રાજસ્થાનના જોધપુરમાં પોલિંગ બૂથ નંબર 106 પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મતદાન કર્યું
10:18 AM, 7 Dec

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી 6.11 ટકા મતદાન, 199 સીટ પર વોટિંગ ચાલુ, કોંગ્રેસ-ભાજપે જીતનો દાવો કર્યો
10:17 AM, 7 Dec

રાજસ્થાનના કૃષિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુર જિલ્લાના પોલિંગ બૂથ નંબર 128 પર મતદાન કર્યું
10:17 AM, 7 Dec

રાજસ્થાનના જોધપુરમાં સરદારપુર વિધાનસભાના પોલિંગ બૂથ નંબર 104 પર 90 વર્ષના વૃદ્ધે પોતાનો વોટ નાખ્યો
10:15 AM, 7 Dec

રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ ઉદયપુરમાં પોલિંગ બૂથ પર પોતાનું મત નાખ્યો, 199 વિધાનસભા સીટ માટે મતદાન ચાલુ
10:14 AM, 7 Dec

શરદ યાદવના નિવેદન પર બોલ્યા સીએમ વસુંધરા રાજે, મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચ આના પર શું પગલાં લેશે, નિવેદનથી હું અપમાનિત થયો છું, બલકે આ દરેક મહિલાનું અપમાન છે.
10:12 AM, 7 Dec

વોટ નાખ્યા બાદ બોલ્યા રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દરેક મત મહત્વ ધરાવે છે, આમણે એમ વિચારીને આજે વોટ નાખવાનો રહેશે કે વાસ્તવમાં દેશને કોણ આગળ લાવી રહ્યું છે.
9:23 AM, 7 Dec

રાજસ્થાનમાં સીએમ ચહેરાના સવાલ પર બોલ્યા કોંગ્રેસના નેતા સચિન પાયલટ, ચૂંટણીમાં બહુમત મળ્યા બાદ બેસીને ચર્ચા કરશે કે મુખ્યમંત્રી કોણ બનશે
9:22 AM, 7 Dec

રાજસ્થાનના જયપુર જિલ્લામાં વૈશાલી નગરના બૂથ નંબર 252 પર કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પોતાનો મત નાખ્યો
9:21 AM, 7 Dec

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સરદારપુરા વિધાનસભામાં બૂથ નંબર 103 પર 80 વર્ષીય વૃદ્ધાએ પોતાનો વોટ નાખ્યો.
9:02 AM, 7 Dec

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ નંબર 31એ પર મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાનો વોટ નાખ્યો.
9:01 AM, 7 Dec

પીએમ મોદીએ રાજસ્થઆનમાં તમામ મતદાતાઓને વોટિંગ કરવા અપીલ કરી
9:00 AM, 7 Dec

રાજસ્થાનઃ રાજ્યના ગૃહ મંત્રી ગુલાબ ચંદ કટારિયાએ વોટિંગ પહેલા શિવ મંદિરમાં પૂજા કરી.
9:00 AM, 7 Dec

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ
9:00 AM, 7 Dec

મતદાન માટે બે લાખથી વધુ ઈવીએમની સાથે આખા રાજ્યમાં વીવીપેટ મશીનનો ઉપયોગ પહેલીવાર થઈ રહ્યો છે.
9:00 AM, 7 Dec

રાજ્યમાં 20 લાખથી વધુ મતદાતા પહેલીવાર મતદાન કરશે
9:00 AM, 7 Dec

સવારે 7 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે વોટિંગ પ્રક્રિયા
9:00 AM, 7 Dec

રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટ માટે આજે મતદાન

English summary
Rajasthan Assembly Elections 2018 live updates of polling in the rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X