For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં ભાજપનું મોટુ પગલુ, 4 મંત્રીઓ સહિત 11 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડ

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પાર્ટીના 11 બાગી નેતાઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપે આ બાગી નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પાર્ટીના 11 બાગી નેતાઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપે આ બાગી નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ટિકિટની વહેંચણી અંગે પાર્ટીને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને આ નેતાઓએ ભાજપ દ્વારા ઘોષિત ઉમેદવારોના વિરોધમાં જ ફોર્મ ભરીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પણ વાંચોઃ હિંદુત્વ પર પોતાના વિવાદિત નિવેદન પર સીપી જોશીની સ્પષ્ટતા, 'સત્યમેવ જયતે'આ પણ વાંચોઃ હિંદુત્વ પર પોતાના વિવાદિત નિવેદન પર સીપી જોશીની સ્પષ્ટતા, 'સત્યમેવ જયતે'

11 નેતાઓને કર્યા સસ્પેન્ડ

11 નેતાઓને કર્યા સસ્પેન્ડ

ભાજપે જે નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે તેમાં સુરેન્દ્ર ગોયલ, લક્ષ્મી નારાયણ દબે, રાજકુમાર રિણવા, રાધેશ્યામ ગંગાનગર, હેમસિંહ ભડાના, દીનદયાળ કુમાવત, કિશનારામ નાઈ, રામેશ્વર ભાટી શામેલ છે. આ ઉપરાંત કુલદીપ ધનકડ, ધનસિંહ રાવત તેમજ અનિતા કટારાનું નામ પણ શામેલ છે.

ચાર મંત્રીઓને પણ પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

ચાર મંત્રીઓને પણ પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

આમાં રાજસ્થાનના ચાર મંત્રીઓને પણ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. ટિકિટોની વહેંચણી અંગે ભાજપમાં બગાવતનો અવાજ ઉઠવા લાગ્યો અને ઘણા ધારાસભ્યોએ પાર્ટી છોડીને અન્ય પક્ષો અથવા અપક્ષ રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

બાગીઓએ વધારી પક્ષોની મુશ્કેલીઓ

બાગીઓએ વધારી પક્ષોની મુશ્કેલીઓ

રાજસ્થાન ચૂંટણીમાં ભાજપ જ નહિ કોંગ્રેસને પણ બાગી નેતાઓના કારણે મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો છે. ચૂંટણીની બરાબર પહેલા ટિકિટ વહેંચણી અંગે નારાજગી જોવા મળી છે. રાજકીય પક્ષોને પ્રતિસ્પર્ધીઓની સાથે સાથે પોતાની પાર્ટીની અંદર પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે.

આ પણ વાંચોઃ મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરી કહેતો, ગૉડના કહેવાથી કર્યો, 15 વર્ષની જેલઆ પણ વાંચોઃ મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરી કહેતો, ગૉડના કહેવાથી કર્યો, 15 વર્ષની જેલ

English summary
rajasthan assembly elections bjp suspended 11 rebels including 4 ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X