For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન

સચિન પાયલટની ટીમે એક વીડિયો જારી કર્યો છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે રાજસ્થાનના ધારાસભ્ય તેમના સમર્થનમાં છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં રાજકીય સંગ્રામ સતત યથાવત છે. રાજ્યના અશોક ગહેલોત સરકાર પર રાજકીય સંકટ મંડરાઈ રહ્યુ છે. પાર્ટી માટે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને મનાવવા મુશ્કેલ જણાવી રહ્યા છે. જો કે અશોક ગહેલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા દાવો કરી રહ્યા છે કે તેમની પાસે પૂર્ણ બહુમતથી ઘણી વધુ સંખ્યા છે પરંતુ સચિન પાયલટના જૂથે પાર્ટીના દાવાની પોલ ખોલી દીધી છે. સચિન પાયલટની ટીમે એક વીડિયો જારી કર્યો છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે રાજસ્થાનના ધારાસભ્ય તેમના સમર્થનમાં છે.

વીડિયોમાં જોઈ શકાય છે 15 ધારાસભ્યો

વીડિયોમાં જોઈ શકાય છે 15 ધારાસભ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે લગભગ 15 ધારાસભ્યો એક સાથે બેઠા છે અને આ બધા ધારાસભ્ય સચિન પાયલટના જૂથના છે. રાજસ્થાનમાં રાજકીય સંકટના મુખ્ય કેન્દ્ર સચિન પાયલટે રવિવારે દાવો કર્યો હતો કે અશોક ગહેલોત સરકાર લઘુમતમાં છે, તેમની પાસે 30 ધારાસભ્યોનુ સમર્થન છે. જો કે સચિન પાયલટની ટીમ તરફથી જે વીડિયો જારી કરવામાં આવ્યો છે તેમાં ખુદ સચિન પાયલટ નથી દેખાઈ રહ્યા પરંતુ વીડિયોમાં અમુક ધારાસભ્યો જરૂર દેખાય છે. વીડિયોમાં કોંગ્રેસ ધારાસભ્ય ઈન્દર રાજ ગુર્જર, પીઆર મીણા, જીઆર ખતાના, હરીશ મીણા અને અન્ય બેને જોઈ શકાય છે. આ વીડિયો માનેસરની હોટલનો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે જેને સચિન પાયલટની ઑફિસના ધારાસભ્ય તરફથી જારી કરવામાં આવ્યો છે.

દિલ્લીમાં અડ્ડો જમાવ્યો છે સચિન પાયલટે

દિલ્લીમાં અડ્ડો જમાવ્યો છે સચિન પાયલટે

લાંબા સમયથી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો કે જે છેવટે આ વખતે ખુલીને સામે આવી ચૂક્યો છે. સચિન પાયલટે બાગી સૂર બતાવીને ગહેલોત સરકારેને લઘુમતની સરકાર ગણાવી દીધી છે. તે છેલ્લા ઘણા દિવસોથી દિલ્લીમાં અડ્ડો જમાવીને બેઠા છે. અહીં સુધી કે સોમવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પણ તે શામેલ નથી થયા. સચિન પાયલટને મનાવવા માટે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ નેતા સતત કોશિશ કરી રહ્યા છે. આ કડીમાં એક વાર ફરીથી આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે અને સચિન પાયલટને અપીલ કરવામાં આવી છે કે તે પાછા આવી જાય.

કોંગ્રેસનો બહુમતનો દાવો

કોંગ્રેસનો બહુમતનો દાવો

શરૂઆતમાં કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે સચિન પાયલટ પાસે 16 ધારાસભ્યોનુ સમર્થન છે પરંતુ સોમવારની સાંજે પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ કે સચિન પાયલટ પાસે માત્ર 10-12 ધારાસભ્યોનુ સમર્થન છે. સોમવારની સવારે કોંગ્રેસના 12 ધારાસભ્યો જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાંથી ગાયબ હતા. બેઠક બાદ કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે અશોક ગહેલોત સરકાર પાસે 106 ધારાસભ્યોનુ સમર્થન છે. અહીં મહત્વની વાત સમજવી જરૂરી છે કે રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટો છે માટે બહુમત માટે ગહેલોત સરકારને 101 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.

શિવાજીની મૂર્તિ પર કૉમેડી કરવા બદલ અગ્રિમા જોશુઆ પર થઈ શકે છે કાર્યવાહીશિવાજીની મૂર્તિ પર કૉમેડી કરવા બદલ અગ્રિમા જોશુઆ પર થઈ શકે છે કાર્યવાહી

English summary
Rajasthan Crisis: Sachin Pilot team releases video indicating that congress MLA supports him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X