Rajasthan Election 2023 : રાજસ્થાનમાં કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

કોંગ્રેસ હાઈકમાન્ડે શનિવારે રાજસ્થાનમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટી અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકો બાદ ઉમેદવાર જાહેર કરાયા છે.

કોંગ્રેસની રાજસ્થાન ચૂંટણી માટેની પહેલી યાદીમાં 33 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ લાંબા મંથન બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Rajasthan Election 2023

જણાવી દઈએ કે, આ વખતે કોંગ્રેસ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી રહી છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય ડ્રામા ચાલી રહ્યો હતો અને અશોક ગેહલોત સરકારના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ હાઈકમાન્ડને આંખ દેખાડી હતી. આ સ્થિતિમાં કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં બીજેપી કરતા પાછળ છે.

ચૂંટણી પંચે 9 ઓક્ટોબરે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યાના થોડા કલાકો બાદ જ બીજેપીએ તેના 41 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી સાત વર્તમાન સાંસદોને પણ ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં તમામ 25 લોકસભા બેઠકો પર ભાજપના સાંસદો છે. કોંગ્રેસના એક પણ નથી. જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 25 નવેમ્બરે મતદાન થશે. 3 ડિસેમ્બરે અન્ય ચાર રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનની ચૂંટણીના મતોની ગણતરી કરવામાં આવશે.

હાલમાં રાજસ્થાનમાં 200 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 108, ભાજપ પાસે 70 અને બાકીની અન્યો પાસે છે. બહુમત માટે 101 બેઠકો જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X