Rajasthan Election Result 2023: રાજસ્થાનમાં ભાજપની જીત નક્કી, આટલી બેઠકમાં સમેટાશે કોંગ્રેસ
Rajasthan Election Result 2023: રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે આજે 3 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મત ગણતરી ચાલી રહી છે. રાજસ્થાનમાં તાજેતરના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને શાનદાર બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપ 110+ સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 74+ બેઠકો પર આગળ છે.
રાજસ્થાનમાં ભાજપ કે કોંગ્રેસ, કોણ આગળ? - બપોરે 02:30 વાગ્યા સુધીના વલણો : ભાજપ 110+ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 74+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 12 બેઠકો પર આગળ છે.

01:00 PM સુધીનો ટ્રેન્ડ - BJP 111+ સીટો પર આગળ હતું. કોંગ્રેસ 73+ સીટો પર આગળ હતું. અન્ય પક્ષો 15 બેઠકો પર આગળ હતું.
12:00 વાગ્યા સુધીનો ટ્રેન્ડ - ભાજપ 109+ સીટો પર આગળ હતું. કોંગ્રેસ 73+ સીટો પર આગળ હતું. અન્ય પક્ષો 16 બેઠકો પર આગળ હતું.
સવારે 11:30 વાગ્યા સુધીના વલણો - ભાજપ 110+ બેઠકો પર આગળ હતું. કોંગ્રેસ 68+ સીટો પર આગળ હતું. અન્ય પક્ષો 16 બેઠકો પર આગળ હતું.
સવારે 10:30 વાગ્યા સુધીનો ટ્રેન્ડ - ભાજપ 109+ સીટો પર આગળ હતું. કોંગ્રેસ 74+ સીટો પર આગળ હતું. અન્ય પક્ષો 17 બેઠકો પર આગળ હતું.
સવારે 9.30 વાગ્યા સુધીનો ટ્રેન્ડ - ભાજપ 107+ સીટો પર આગળ છે. કોંગ્રેસ 80+ સીટો પર આગળ હતું.
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થયું હતું મતદાન - રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે રાજ્યની એક વિધાનસભા બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, અને માત્ર 199 બેઠકો પર જ મતદાન થયું હતું.
ચૂંટણી પરિણામો પહેલા આવેલા લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ હરીફાઈની આગાહી કરવામાં આવી હતી. જોકે, કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આશા વ્યક્ત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
