
જીતનો આશીર્વાદ લેવા માટે ત્રિપુર સુંદરી મંદિર પહોંચી વસુંધરા રાજે
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થોડા જ સમયમાં શરુ થઇ જશે. આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં રાજકીય પાર્ટીની કિસ્મતનું ભવિષ્ય નક્કી થશે. તેવી પરિસ્થિતિમાં રાજસ્થાન મુખ્યમંત્રી વસુંધરા રાજે જીતનો આશીર્વાદ લેવા ત્રિપુર સુંદરી મંદિર પહોંચ્યા છે.
રાજસ્થાનના જયપુરમાં જ્યાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે હલચલ છે. ત્યાં જ પ્રદેશની મુખ્યમંત્રી તેના પહેલા દૂર મંદિરમાં દર્શન કરવા માટે નીકળી ગયા છે. વસુંધરા રાજે વહેલી સવારે મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા છે અને લગભગ 8 વાગ્યા સુધી તેઓ મંદિર પહોંચી જશે. દરેક ચૂંટણી પરિણામના દિવસે વસુંધરા રાજે રાજસ્થાનના બાંસવાડામાં આવેલા ત્રિપુર સુંદરી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે.
આ પણ વાંચો: Live: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, જાણો કોણ બનાવશે સરકાર
જયપુરથી 560 કિલોમીટર દૂર આવેલા આ મંદિરની ઘણી માન્યતા છે. ત્રિપુર સુંદરી મંદિરને ઐશ્વર્ય અને રાજયોગની દેવી ગણવામાં આવે છે. કદાચ એટલા જ માટે વસુંધરા રાજે દરેક ચૂંટણી પરિણામના દિવસે આ મંદિરમાં દર્શન કરવા માટે જરૂર આવે છે.
આ પણ વાંચો: એમપીમાં ભાજપ બદલશે સીએમ, રાજસ્થાનમાં ગઠબંધન સરકાર: ભવિષ્યવાણી