Rajasthan Election : કરોડોના માલિક છે સચિન પાયલટ, લઈ ચુક્યા છે છુટ્ટાછેડા
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના એફિડેવિટમાં તેમની સંપતિને લઈને મોટા ખુલાસા થયા છે. આ સિવાય તેમની અંગત લાઈફને લઈને પણ મોટી વાત સામે આવી છે.
આ એફિડેવિટ અનુસાર, સચિન પાયલટની નેટવર્થ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે અને પત્ની સાથે સચિન પાઈલટ છૂટાછેડા લઈ ચૂક્યા છે. પત્ની સારા પાયલટથી અલગ થઈ ગઈ છે.

સચિન પાયલટે ટોંક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારી પત્ર અનુસા, સચિન પાયલટ વર્ષ 2023માં કુલ 7.12 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. જ્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018ની એફિડેવિટમાં સચિન પાયલટે 3.8 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
એક અહેવાલ અનુસાર, સચિન પાયલટ પાસે પોતાની કાર નથી. 10 ગ્રામ સોનાની ચેન અને 4 ગ્રામ સોનાની વીંટી છે. સચિન પાયલટે 1 કરોડ 26 લાખ રૂપિયાની લોન લીધેલી છે.
ટોંક વિધાનસભા ચૂંટણી 2023 માટેના એફિડેવિટમાં સચિન પાયલટે પોતાને છૂટાછેડા લીધા હોવાનું દર્શાવ્યું છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાના છૂટાછેડા ક્યારે થયા? આ અંગેની માહિતી હજુ સામે આવી નથી.
સચિન અને સારાએ વર્ષ 2004માં લવ મેરેજ કર્યા હતા. તેમને બે પુત્રો અરહાન અને વિહાન છે, જે સચિન સાથે રહે છે. સારા અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાની બહેન છે.
લંડનમાં અભ્યાસ કરતી વખતે સચિન અને સારા વચ્ચે મિત્રતા થઈ હતી જે પછી પ્રેમમાં પરિણમી અને બંનેએ વર્ષ 2004માં લગ્ન કરી લીધા. આ લગ્નમાં સારાનો પરિવાર નહોતો આવ્યો.
મૂળ યુપીના સહારનપુરના સચિન પાયલટ રાજસ્થાનમાં પોતાના પિતા રાજેશ પાયલટ અને માતા રમા પાયલટના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ દૌસાથી સાંસદ બન્યા અને કેન્દ્રમાં મંત્રી બન્યા.
હવે તે બીજી વખત ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2018માં સચિન પાયલટે ટોંકથી ભાજપના પૂર્વ મંત્રી યુનુસ ખાનને 53 હજાર મતોથી હરાવ્યા હતા.












Click it and Unblock the Notifications
