For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન જીતવા માટે બીજેપીએ બનાવ્યો આ પ્લાન

રાજસ્થાન સરકારે પોતાની યોજના ગરીબો સુધી પહોંચાડવા માટે 1 કરોડ ગરીબ પરિવારોને 4જી મોબાઈલ આપવાની યોજના કાલથી ચાલુ થશે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજસ્થાન સરકારે પોતાની યોજના ગરીબો સુધી પહોંચાડવા માટે 1 કરોડ ગરીબ પરિવારોને 4જી મોબાઈલ આપવાની યોજના કાલથી ચાલુ થશે. આ યોજનાની શરૂઆત રાજધાની જયપુરથી થશે. જિલ્લાભરમાં પહેલા પાંચ કેમ્પ લગાવવામાં આવશે અને 7 લાખ 14 હજાર પરિવારની મહિલાઓને એક-એક મોબાઈલ ફોન આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારપછી જયપુર જિલ્લાની પંચાયત સમિતિ મુખ્યાલય અને ગ્રામ પંચાયત મુખ્યાલયોમાં આ મહિને બીજા 35 કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેમાં ઈન્ટરનેટ માટે અલગથી પૈસા આપવાનું પ્રાવધાન છે.

વિધાનસભા ઈલેક્શન પહેલા લોભામણી યોજનાઓ

વિધાનસભા ઈલેક્શન પહેલા લોભામણી યોજનાઓ

રાજસ્થાનની ભાજપા સરકાર વિધાનસભા ઈલેક્શન પહેલા લોભામણી યોજનાઓ ઘ્વારા મતદાતાઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ઘ્વારા જયપુરમાં જનસંવાદ કાર્યક્રમ દરમિયાન ભામાશા ડિજિટલ પરિવાર યોજના વિશે જાહેરાત કરી. આ ઘોષણા હેઠળ સોમવારે 5 શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજસ્થાન સરકાર 1 કરોડ ગરીબ પરિવારોને એક-એક હજાર રૂપિયા આપશે. આ પૈસા ગરીબોને મોબાઈલ ઈન્ટરનેટ ડેટા ખરીદવા માટે આપવામાં આવશે.

ભારતને ડિજિટલ બનાવવા માટે ગરીબોને પાછળ નહીં છોડી શકાય

ભારતને ડિજિટલ બનાવવા માટે ગરીબોને પાછળ નહીં છોડી શકાય

મુખ્યમંત્રી જનસંવાદ કાર્યક્રમ દરમિયાન વસુંધરા રાજે ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા 500 રૂપિયા ગરીબ પરિવારને મોબાઈલ ખરીદવા માટે આપવામાં આવશે અને જે મોબાઈલ ખરીદી લેશે તેને બીજા 500 રૂપિયા મોબાઈલ ડેટા માટે આપવામાં આવશે. કલેક્ટર ઘ્વારા આ મહિને દરેક જિલ્લામાં મોબાઈલ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવશે. ભારતને ડિજિટલ બનાવવા માટે ગરીબોને પાછળ નહીં છોડી શકાય.

ગરીબ પરિવારો સરકારની સુવિધાથી વંચિત

ગરીબ પરિવારો સરકારની સુવિધાથી વંચિત

મુખ્યમંત્રી વસુંધરા રાજે ઘ્વારા જણાવવામાં આવ્યું કે દૂર દૂરના ગ્રામીણ વિસ્તારોમાં અનેક ગરીબ પરિવારો પાસે મોબાઈલ નહીં હોવાને કારણે તેઓ સરકારની સુવિધાથી વંચિત છે. સરકારી સેવાઓ અને યોજનાઓ વિશે જાણકારી મેળવવા માટે ગરીબ પરિવાર અહીં તહીં ભટકવાને બદલે અલગ અલગ યોજનાઓ અને કાર્યક્રમ અંગે એપ ડાઉનલોડ કરીને જાણકારી મેળવી શકે છે. તેમને જણાવ્યું કે સરકારનો ઉદેશ છે કે તેઓ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરીને ગરીબ જનતા માટે બધી જ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે.

English summary
Rajasthan Government will start giving 4G mobile phones to one crore families
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X