For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામને મોટો ઝટકો, હાઈકોર્ટે સજા ખતમ કરવાની અરજી ફગાવી

બળાત્કાર મામલે કોર્ટમાં સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

બળાત્કાર મામલે કોર્ટમાં સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. એટલુ જ નહિ હાઈકોર્ટે આસારામની જામીન અરજી પણ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સગીરા સાથે રેપ કેસમાં આસારામને જોધપુરની એક અદાલતે દોષી ગણાવીને આજીવન કેદની સજા સંભળાવી છે. તે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે.

Asaram

મંગળવારે હાઈકોર્ટમાં ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ વીરેન્દ્ર કુમાર માથુરની ખંડપીઠ સમક્ષ અરજી પર સુનાવણી શરૂ થઈ. સુનાવણી શરૂ થતા જ ખંડપીઠે આસારામ તરફથી કરેલી અરજી પ્રત્યે આકરુ વલણ અપનાવ્યુ. જેના કારણે અરજી ફગાવી દેવાના ભયથી આસારામના વકીલ પ્રદીપ ચૌધરએ ચર્ચા કર્યા વિના આ અરજી પાછી લઈ લીધી. તમને જણાવી દઈએ કે આ કેસમાં બે સહ આરોપીઓ શરદચંદ્ર અને શિલ્પીની સજા હાઈકોર્ટે પહેલા સ્થગિત કરી દીધી છે.
આસારામે પોતાની સજાને હાઈકોર્ટમાં પડકારી છે. આના પર ચાર અઠવાડિયા બાદ હાઈકોર્ટ સુનાવણી કરશે.

આ પહેલા ફેબ્રુઆરીમાં પોતાની પત્નીની બિમારીના નામે આસારામે વચગાળાની જામીન અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. એટલુ જ નહિ આસારામ ઘણી વાર પેરોલ પર બહાર આવવાની કોશિશ કરી ચૂક્યો છે. પરંતુ દરેક વખતે તેને નિરાશા મળી છે. આસારામ પાંચ વર્ષથી પણ વધુ સમયથી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગયા વર્ષે 25 એપ્રિલના રોજ એસસી-એસટી કોર્ટ જજ મધુસૂદન શર્મા આસારામને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા સંભળાવી હતી. વળી, આ કેસમાં બાકી બે દોષિતો શિલ્પી ઉર્ફે સંચિતા ગુપ્તા (સેવિકા), શરદચંદ્ર ઉર્ફે શરતચંદ્રને 20-20 વર્ષની સજા સંભળાવી છે.

આ પણ વાંચોઃ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાને કોંગ્રેસે આપી મોટી જવાબદારીઆ પણ વાંચોઃ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાને કોંગ્રેસે આપી મોટી જવાબદારી

English summary
Rajasthan HC dismisses Asaram Bapu's bail plea for suspension of sentence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X