Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: ભૂપેશ બઘેલ બન્યા છત્તીસગઢના નવા સીએમ, લીધા શપથ

Live: ભૂપેશ બઘેલ બન્યા છત્તીસગઢના નવા સીએમ, લીધા શપથ

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવા મુખ્યમંત્રી પોતાના પદની અને ગુપ્તતાના શપથ લેશે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ તરફથી સીએમના નામોનું એલાન કર્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથ, રાજસ્થાનના સીએણ તરીકે અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએણ તરકે ભૂપેશ બઘેલ શપથ લેશે. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષના કેટલાય મોટા નેતા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. વાંચો, ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહની દરેક પળની લાઈવ અપડેટ...

bhupesh baghel

Dec 17, 2018, 7:09 pm IST

ભૂપેશ બઘેલ બન્યા છત્તીસગઢના મુખ્યમંત્રી, રાજ્યાલ આનંદીબેન પટેલે લેવડાવ્યા શપથ
Dec 17, 2018, 4:46 pm IST

ટૂંક સમયમાં ભૂપેશ બઘેલ લઈ શકે છે સીએમ પદ અને ગુપ્તતાના શપથ
Dec 17, 2018, 4:46 pm IST

રાયપુરઃ ખરાબ હવામાનને કારણે ભૂપેશ બઘેલનો શપથ ગ્રહણ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો.
Dec 17, 2018, 2:47 pm IST

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા કમલનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલે લેવડાવ્યા સીએમ પદ અને ગોપનિયતાના શપથ, મંચ પર રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતા હાજર રહ્યા.
Dec 17, 2018, 2:40 pm IST

ભોપાલમાં કમલનાથના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડેપ્યૂટી સીએમ સચિન પાયલટ, સ્ટેજ પર નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર
Dec 17, 2018, 2:39 pm IST

શપથ ગ્રહણ સમારોહમાં નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુખ અબ્દુલ્લા, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને મલ્લિકાર્જુન ખ઼ગે, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર હાજર રહ્યા
Dec 17, 2018, 2:12 pm IST

શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે મંચ પર પહોંચ્યા પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, થોડા સમયમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે કમલનાથ
Dec 17, 2018, 2:10 pm IST

મધ્ય પ્રદેશના બનનાર મુખ્યમંત્રી કમલનાથને વધામણી આપવા માટે તેમના ભોપાલ સ્થિત ઘર બહાર સમર્થકો એકઠા થયા.
Dec 17, 2018, 11:04 am IST

રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ઉપ-મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટે શપથ ગ્રહણ કર્યા
Dec 17, 2018, 11:01 am IST

રાજસ્થાનના મુખ્યમંત્રી પદ અને ગોપનિયતાના અશોક ગેહલોત શપથ લઈ રહ્યા છે.
Dec 17, 2018, 10:39 am IST

થોડા સમયમાં જ રાજસ્થાનના સીએણ પદના શપથ લેશે અશોક ગેહલોત, સચિન પાયલટ લેશે ડેપ્યૂટી સીએમ પદના શપથ, મંચ પર પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ હાજર
Dec 17, 2018, 10:38 am IST

નારાયણ સામી, જ્યોતિરાદિત્ય સિંધિયા, નવજોત સિંહ સિદ્ધુ, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, અંબિકા સોની સહિત કેટલાય કોંગ્રેસી નેતા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા જયપુર પહોંચ્યા.
Dec 17, 2018, 10:37 am IST

અશોક ગેહલોતના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે જયપુર પહોંચ્યા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
Dec 17, 2018, 10:37 am IST

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહિ થાય બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ
Dec 17, 2018, 10:36 am IST

સીએમ પદના શપથ લેતા પહેલા બોલ્યા અશોક ગેહલોત- કેબિનેટ ગઠનનો ફેસલો થતા જ મુખ્યમંત્રી મંત્રિઓની સલાહથી કામ શરૂ કરી દેશે, ઘોષણાપત્રના વાયદા અમારી પ્રાથમિકતા હશે.
Dec 17, 2018, 10:35 am IST

રાજસ્થાનઃ જયપુરના અલ્બર્ટ હોલમાં મોટી સંખ્યામાં એકઠા થયા કોંગ્રેસના નેતા અને સમર્થકો, અશોક ગેહલોત મુખ્યમંત્રી અને સચિન પાયલટ ઉપ-મુખ્યમંત્રી પદના શપથ લેશે.
Dec 17, 2018, 10:34 am IST

રાજસ્થાનના નવા ડેપ્યૂટી સીએમ સચિન પાયલટના ઘરની બહાર સમર્થકોને જમાવડો, સચિન પાયલટે કહ્યું- આજે રાજ્ય અને જનતાની નવી ઈનિંગ શરૂ થશે.
Dec 17, 2018, 10:33 am IST

ત્રણેય રાજ્યોના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે વિપક્ષના દિગ્ગજ નેતા, અલગ-અલગ સમય પર થશે ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ
Dec 17, 2018, 10:33 am IST

કમલનાથ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં, અશોક ગેહલોત રાજસ્થાનની રાજધાની જયપુરમાં અે ભૂપેશ બઘેલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લેશે સીએમ પદના શપથ
Dec 17, 2018, 10:30 am IST

આજે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢને મળશે નવા મુખ્યમંત્રી, સીએમ પદના શપથ લેશે કમલનાથ, અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X