For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ લગ્નના 21 વર્ષ બાદ રાજકુમારી દીયાએ માંગ્યા છૂટાછેડા

રાજસ્થાનના જયપુર સ્થિત રાજઘરાનાની સભ્ય રાજકુમારી દીયા કુમારીએ લગ્નના 21 વર્ષ બાદ છૂટાછેડા માંગ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના જયપુર સ્થિત રાજઘરાનાની સભ્ય રાજકુમારી દીયા કુમારીએ લગ્નના 21 વર્ષ બાદ છૂટાછેડા માંગ્યા છે. સવાઈ માધોપુરની હાલની ધારાસભ્ય દીયા કુમારીએ પોતાના પતિ નરેન્દ્ર સિંહ સાથે 21 વર્ષના છૂટાછેડા માંગ્યા છે. દીયા કુમાર ગાંધીનગર સ્થિત મહાનગરની ફેમિલી કોર્ટ સંખ્યા એકમાં પોતાના પતિ નરેન્દ્ર સિંહ સાથે છૂટાછેડા માટે પ્રાર્થનાપત્ર ફાઈલ કર્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે કોર્ટ દીયા કુમારીની અરજી પર વહેલી તકે સુનાવણી કરી શકે છે.

આ પણ વાંચોઃ Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવારઆ પણ વાંચોઃ Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર

ત્રણ બાળકો છે

ત્રણ બાળકો છે

તમને જણાવી દઈએ કે દીયા કુમારી પોતાના પારિવારિક વિરાસત સિટી પેલેસ અને જયપુર ફોર્ટ સ્થિત ઘણી ઈમારતોને હેરિટેજ સંરક્ષણમાં બદલવાના કામમાં લાગેલા છે. તમને જણાવી દઈએ કે દીયા કુમારી જયપુરના પૂર્વ રાજપરિવાર મહારાજ સવાઈ ભવાની સિંહ તેમજ પદ્મની દેવીની પુત્રી છે. દીયાનો અભ્યાસ જયપુર, દિલ્લી અને લંડમાં થયો છે. તેમના વિવાહ 1997માં સિવાડના કોઠડાના નરેન્દ્ર સિંહ રાજાવત સાથે થયા હતા. દીયા અને નરેન્દ્રને બે પુત્રો અને એક પુત્રી છે.

2013માં રાજકારણમાં પ્રવેશ્યા

2013માં રાજકારણમાં પ્રવેશ્યા

મહારાજ ભવાની સિંહે દીયાના મોટા પુત્ર પદ્મનાભ સિંહને પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કર્યા હતા. વળી, બીજા પુત્ર લક્ષ્યરાજ સિંહ તેમજ પુત્રી છે. દીયાએ વર્ષ 2013માં રાજકારણમાં પગરણ માંડ્યા હતા અને તેમને ભાજપે ટિકિટ આપી હતી ત્યારબાદ તે સવાઈ માધોપુરમાંથી ચૂંટણી લડ્યા અને ધારભ્ય બન્યા. પરંતુ આ વખતે દીયાને પાર્ટીએ ટિકિટ આપી નથી જેના કારણે તે ચૂંટણી નથી લડી રહ્યા. જો કે દીયાએ ભાજપના અમુક ઉમેદવારો માટે જયપુરમાં સભાઓ અને રેલીઓને સંબોધિત કરી હતી. તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે ઘોષિત થવાના છે.

લડી શકે છે લોકસભા ચૂંટણી

લડી શકે છે લોકસભા ચૂંટણી

દીયા કુમારીએ કહ્યુ કે તેમણે પોતે જ વિધાનસભા ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પરંતુ પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે પાર્ટીની અંદર તેમની ભૂમિકા અંગે ચર્ચા ચાલી રહી છે. જો કે હવે વિધાનસભા ચૂંટણી હવે તેમના માટે વિકલ્પ નથી એટલે પાર્ટી તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. શક્ય છે કે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાંથી મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જો કે દીયા કુમારીએ આ પ્રકારની સંભાવનાઓનો ઈનકાર કર્યો છે.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધી 72મો જન્મદિનઃ જાણો કોણે કહ્યુ હતુ સોનિયાને 'Real Mother India'આ પણ વાંચોઃ સોનિયા ગાંધી 72મો જન્મદિનઃ જાણો કોણે કહ્યુ હતુ સોનિયાને 'Real Mother India'

English summary
Rajasthan MLA Diya Kumari files for divorce after 21 years of her marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X